
મુંબઈ,તા. 5 મે 2020, મંગળવાર
નેરુલનો રહેવાસી અને ક્રોસવર્ડ બનાવવામાં નિષ્ણાત મંગેશ ઘોગરેનો બુધવારે ૪૦મો જન્મદિન છે. જે તેઓ અનોખી રીતે ઉજવશે. તેના જન્મદિને લોસ એન્જલસ ટાઈમ્સ એક થીમ આધારિત ક્રોસવર્ડ પ્રકાશિત કરશે, જે ઘોગરેએ તેના ૪૦મા જન્મદિનની યાદગીરી માટે બનાવ્યું હતું.
ઘોગરેના જણાવ્યાનુસાર, ક્રોસવર્ડને ઉકેલવું એ મગજને કાર્યરત અને સ્વસ્થ રાખવા માટે એક માર્ગ છે. તે પણ અત્યારના મહામારીના ચિંતાજનક વાતાવરણમાં ખાસ ઉપયોગી છે. જોકે મારા જન્મદિવસે મને મળનારી આ ભેટ મારે માટે સૌથી ઉત્તમ છે. ઉપરાંત આ થીમ પઝલ પણ વર્તમાન પરિસ્થિતિ પર આધારિત છે. આ થીમ એન્ટ્રી એ એક કોડ બ્રેકર છે. બે શબ્દની વચ્ચે પાંચ પ્રકારના કોડ બ્રેક કરવાના હોય છે. ઘોરગેના જણાવ્યાનુસાર, તે અંગ્રેજી અખબાર ટાઈમ્સમાં ગત બે દાયકાથી ક્રોસવર્ડ ઉકેલે છે અને ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ વોલ સ્ટ્રીટ જર્નલ જેવા ટોચના દૈનિકમાં પોતાની ક્રોસવર્ડ પ્રકાશિત થનાર આ પ્રથમ ભારતીય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L0U1Je
via Latest Gujarati News
0 Comments