મુંબઈમાં ફક્ત 30 દિવસમાં કોરોનાના દરદીઓની સંખ્યા 96 ટકા વધી ગઈ


મુંબઈ, તા. 5 મે 2020, મંગળવાર

મુંબઈમાં ફક્ત એક જ મહિનામાં કોરોનાના દરદીઓની સંખ્યામાં  ૯૬ ટકા જેટલો મોટો વધારો નોંધાયો છે. મહાનગર પાલિકાના સૂત્રોના કહેવા  મુજબ ગઈ ૩, એપ્રિલ-૨૦૨૦  સુધીમાં શહેરમાં  કોરોનાના ૪૯૦ કેસ હતા, જે ૪, મે-૨૦૨૦  સુધીમાં વધીને ૮૬૧૩  થઈ ગયા.  આ વધારો ૧૮ ગણો વધારે છે.

મહાનગર પાલિકાના  વધારાના કમિશનર  સુરેશ કાકાણીએ  એવી માહિતી આપી હતી કે અમે નાગરિકોનું સતત તબીબી પરીક્ષણ  કરી રહ્યા છીએ.

વળી,  અમે  તબીબી પરીક્ષણની  આ પ્રક્રિયા પણ વધુ ઝડપી બનાવી  હોવાથી કોરોનાના દરદીઓની  સંખ્યામાં પણવધારો નોંધાઈ રહ્યો  છે. અત્યાર સુધીમાં  અમે ૯૫,૦૦૦  લોકોનું તબીબી પરીક્ષણ કર્યું છે. આમાંથી ૮૬૧૩  વ્યક્તિમાં  કોરોનાના લક્ષણો  હોવાનું  જણાયું છે.  બીજીબાજુ કોરોનાનાં  દરદીઓની સાજા  થવાની ટકાવારી  ૨૦ ટકા જેટલી  છે.

સુરેશ  કાકાણીએ  એવી માહિતી પણ આપી  હતી કે કોરોનાનાં  મોટાભાગના  દરદીઓ  ઝૂંપડપટ્ટીનાં  છે. એટલે  અમે ત્યાંના  દરેક કન્ટેનમેન્ટ ઝોનમાં  ફીવર  ક્લિનિકલ  પણ શરૂ કર્યાં  છે. આ ક્લિનિક્સ દ્વારા  અમને કોરોનાનાં કેટલાં  દરદીઓ  ગંભીર છે તેની  માહિતી મળે છે.

મહાનગરપાલિકાના  આરોગ્ય  ખાતાના ડેપ્યુટી  એક્ઝિક્યુટીવછ  ઓફિસર  ડો. દક્ષા  શાહે એમ  કહ્યું હતું  કે મુંબઈગરાએ  લોકડાઉન  દરમિયાન સ્વયંશિસ્તનું  ચૂસ્ત પાલન કરવું જોઈએ.   લોકો નિયમોનું પાલન કરશે  તો કોરોનાનો   ચેપ વધુ નહીં ફેલાય.  તેઓ તંદુરસ્ત - સલામત રહેશે.  આમ છતાં મુંબઈની અતિ ગીચ અને  વિશાળ વસતિને  ધ્યાનમાં રાખીએ તો કોરોનાના  કેસ પર  નિયંત્રણ રાખવું બહુ  પડકારરૂપ  કાર્ય છે. 

બીજી બાજુ  મહારાષ્ટ્ર  સ્ટેટ ડાયરેક્ટોરેટ  ઓફ હેલ્થ  ડો. સાધના તાયડેએ એવી  આશા પણ વ્યક્ત કરી હતીકે કોરોનાનાં  દરદીઓની  સંખ્યા બમણી થવાનો  સમયગાળો વધ્યો છે.  ઉપરાંત મૃત્યુદર  પણ  ઘટયો છે.  સાથોસાથ આ પરિવર્તનનો અર્થ એવો થાય કે કોરોનાના  ચેપની  અસર ઓછી થઈ  રહી છે.  ચેપનું સ્વરૂપ કે શક્તિ મંદ થઈ રહ્યાં  છે. વળી,   સલામતી  માટેના અન્ય પરિબળો પણ  કારગત નિવડી રહ્યાં  છે.  આ સંકેત ખરેખર આશાસ્પદ  છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3frFpjZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments