દેશમાં કોરોનાના કુલ દરદી પૈકી 31 ટકા કેસ તથા 40 ટકા મોત મહારાષ્ટ્રમાં


મુંબઇ, તા. મે 2020, મંગળવાર

મહારાષ્ટ્રમાં  ગઇકાલ (સોમવાર) સવાર સુધીના કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ના કુલ કેસ તથા આ મહામારીમાં થયેલા મોતની સંખ્યાની માહિતી સાથેના રાજ્યની એકંદર પરિસ્થિતિની રજૂઆત અધિકારીઓએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ કરી હતી. અધિકારીઓએ ઠાકરેને જણાવ્યું હતું કે દેશના કોરોનાના કુલ કેસમાંથી  ૩૧ ટકા કેસ તથા કુલ મોત પૈકી લગભગ ૪૦ ટકા મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

રાજ્યમાં સાજા થયેલા કોરોનાના દરદીઓની સંખ્યા પણ વધી છે તથા કેસ બમણા (ડબલ) થવામાં લાગતો સમય પણ વધતો જાય છે એમ તેમણે કહ્યું હતું. સોમવારની સ્થિતિ મુજબ સાજા થતા હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) અપાયેલા દરદીઓની સંખ્યાનો દર ૧૯ ટકાનો હતો. જ્યારે કેસ ડબલ થવ નો દર વધીને ૯.૩ દિવસનો થયો છે. જ્યારે રાષ્ટ્રીય દર ૧૧.૩ દિવસનો હતો. રાજ્યનો કોરોના કેસનો મરણ ૧૨ (ડેથ રેટ) ૪.૨૨ ટકાનો હતો જે ૩.૨૩ ટકાના રાષ્ટ્રીય દર કરતા અધિક હતો. સોમવારે ૩૫૦ દરદીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ દરદીઓની સંખ્યા ૨,૪૩૫ પર પહોંચી હતી.

કેસ ફેટલિટિરેટ (સીએફઆર કોરોના કેસનો મરણ દર)માં સહેજ ઘટાડો થયો હતો પરંતુ રાજ્યના કેટલાક જિલ્લામાં સી-એફઆર ચિંતાજનક પ્રમાણમાં ઉંચો હતો. જલગાંવ ગ્રામીણ વિસ્તારોમાં ૨૪ ટકાનો સીએફઆર હતો. આ વિસ્તારોમાંના કુલ ૪૬ કેસ પૈકી ૧૧ જણાના મોત થયા હતાં. અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ સીએફઆર ૧૫.૭ ટકાનો હતો. અહી ૫૭ કેસ નોંધાયા હતા. જૈ પૈકી નવ જણાના મોત થયા હતા. રાજ્યમાં સોમવારે પુણે શહેરમાં સાતના મોત, અકોલા મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં પાંચ, સોલાપુર તથા ઔરંગાબાદ પૈકી પ્રત્યેકમાં એક કોરાના દરદીનું મોત નોંધાયું હતું. મુંબઇમાં ઉત્તર પ્રદેશના એક રહિશનું મોત નોંધાયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L6a6gR
via Latest Gujarati News

Post a Comment

0 Comments