લોકડાઉનમાં ચાલીને ઘરે જવા માટે 310 કિ.મી.નો પ્રવાસ કરનારી મહિલાનું અકસ્માતમાં મોત


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 5 મે 2020, મંગળવાર

લોકડાઉનમાં ચાલીને ઘરે જવા ૩૧૦ કિ.મી.નો પ્રવાસ કરનારી મહિલાનું પરભણીમાં હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલકે મજૂર મહિલાને અડફેટમાં લઇ નાસી ગયો હતો. અકસ્માત સ્થળેથી મહિલાનું ઘર ૫૬ કિ.મી.ના અંતરે જ હતું. પોલીસે કેસનોંધી ફરાર આરોપી ડ્રાઇવરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે ૪૦ વર્ષીય વૈશાલી કતાર પાસથી સામ નની એક બેગ મળી હતી. એમાં તેનું આધારકાર્ડ હતું. જેના આધારે વૈશાલીની ઓળખ થઇ હતી.

લોકડાઉનમાં મનમાડમાં રહેતી બહેન પાસે વૈશાલી અટકાઇ ગઇ હતી. પરભણીના દૈઠણામાં તેનું ઘર હતું. તે ૩૧૦ કિ.મી. ચાલીને પરભણીમાં માનવતા પહોચી હતી. ત્યારે આરોપી ડ્રાઇવર તેને અડફેટમાં લઇ નાસી ગયો હતો.

લોકડાઉનમાં ઘરે જવા ચાલીને પ્રવાસ કરતા લોકોની સુરક્ષા બાબતે  સવાલ ઉભો થયો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zh6LZO
via Latest Gujarati News

Post a Comment

0 Comments