થાણા જિલ્લામાં કોરોના દરદીઓનો આંકડો 1300 પાર


(પ્રતિનિધિ દ્વારા) કલ્યાણ,તા. 5 મે 2020, મંગળવાર

થાણા જિલ્લામાં કોરોના રોગનો ફેલાવો અટકવાનું નામ લેતો નથી. જિલ્લા ૬ મહાગનર પાલિકા, બે નગર પાલિકા સહિત ગ્રામીણ ભાગ સાથે જિલ્લામાં કુલ કોરોના પોઝિટીવનો આંકડો ૧૩૦૦ પાર થયો છે.  જ્યારે તે પૈકી જિલલામાં ૩૩ વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે અને ૩૩૦થી વધુ કોરોના દરદીઓ સારવાર લીધા બાદ સાજા થઈ ઘરે આવ્યા છે.

થાણા મહાનગર પાલિકા વિસ્તારમાં  કોરોનાના કુલ ૪૧૨ પોઝિટીવ કેસ છે તે પૈકી ૧૬નાં મૃત્યુ થયેલ છે.  જ્યારે ૮૭ વ્યક્તિઓ સાજા થઈ ઘરે આવ્યા છે.

કલ્યાણ ડોંબિવલી મહાનગર પાલિકા ક્ષેત્રમાં કુલ ૨૨૪ કોરોના પોઝીટિવ છે તે પૈકી ૩ વ્યક્તિનાં મોત થયેલ છે. જ્યારે૭૪ વ્યક્તિ સાજા થઈ ઘરે આવ્યા છે.

નવી મુંબઈ મહાનગર પાલિકામાં કોરોના પોઝિટીવ ૩૪૮ હોઈ તે પૈકી ૬ વ્યક્તિઓનાં મૃત્યુ થયેલ હોઈ ૫૬ વ્યક્તિ ડિસ્ચાર્જ થયા છે.

મીરા-ભાયંદર મહાપાલિકા ક્ષેત્રમાં કુલ ૧૮૧ કોરોના પોઝિટીવ દરદીઓ  હોઈ તે પૈકી ૩ વ્યક્તિઓનાં મોત થયેલ છે. જ્યારે ૧૦૦થી વધુ વ્યક્તિ સારવાર બાદ સાજા થઈ ઘરેપાછા ફર્યા છે.

ઉલ્હાસનગર મહાપાલિકા વિસ્તારમાં કુલ કોરોના પોઝિટીવના ૧૦ દરદીઓ હોઈ તે પૈકી એક  વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિ સાજા થઈ ઘરે પાછા ફર્યા છે.

ભિવંડી મહાનગરપાલિકા ક્ષેત્રમાં કુલ ૧૯ કોરોના પોઝિટીવ હોઈ તે પૈકી બે વ્યક્તિ સાજા થઈ ઘરેપાછા ફર્યા છે.

અંબરનાથ નગર પાલિકામાં કુલ ૧૧ કોરોના પોઝિટીવ હોઈ તેપૈકી એક વ્યક્તિનું મોત થયુંછે  જ્યારે ૩ વ્યક્તિ સાજા થઈ ઘરે ગયા છે.

બદલાપુર નાગરપાલિકામાં કોરોના પોઝિટીવની સંખ્યા ૩૭ પાર થયેલ  છે. તે પૈકી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ૯ વ્યક્તિ સારવાર બાદ સાજા થઈ થઈ ઘરે પાછા ફર્યા છે.

થાણા ગ્રામીણ ભાગમાં કોરોનાના કુલ-૪૭ પોઝિટીવ દરદીઓ હોઈ તે પૈકી ૩ વ્યકિતના મોતથયાં છે. જ્યારે ૬ વ્યક્તિ સાજા થઈ ઘરે પરત આવેલ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YDF7R2
via Latest Gujarati News

Post a Comment

0 Comments