મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે સાથે 32 ઉમેદવારોએ નામાંકના દાખલ કર્યાં



(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, 11, મે, 2020, સોમવાર

વિધાનપરિષદ ઉપર ચૂંટાઈને મોકલવા માટે ૯ બેઠકોની ચૂંટણી ભારત ચૂટણી પંચે ૨૧મી મેના દિવસે યોજી છે. આ ચૂંટણીમાં નામાંકન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ હતો. આજે સવારે મુખ્યપ્રદાન ઉધ્ધવ ઠાકરે સાથે શિવસેના ૨, એનસીપી ૨ કોંગ્રેસ ૧ તેમજ ભાજપના ડમી ૨ અને એનસીપીના ડમી ૧ એવા૮ ઉમેદવારોએ  નામાંકન દાખલ કર્યાં.  આ પહેલાં ભાજપના ૪ ઉમેદવારોએ નામાંકન ં દાખલ કર્યા હોવાથી કુલ ૧૨ ઉમેદવારોના નામાંકન વિધાન મંડળના સચિવ રાજેન્દ્ર ભાગવત પાસે આપ્યા છે.

મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે વિધાન મંડળના બન્ને સદનમાંથી એકપણ સદનના સભ્ય ના હોવાથી અને મુખ્યપ્રધાન પદના શપથ લીધા બાદ નિયમ મુજબ ૬ મહિનામાં  વિધાનસભા કે વિધાન પરિષદ આ બન્નેમાંથી એક સદનમાં ચૂંટાઈ આવવું જરૃી છે અને એના કારણે મહવિકાસ આઘાડી  તેમજ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના ભલાણ બાદ ૨૪ એપ્રિલ ૨૦૨૦ના દિવસે રિટાયર્ડ થતા ૯ ઉમેદવારો ચૂંટાઈને  મોકલવા માટે ભારત ચૂંટણી પંચ તરફથી ૨૧મે ૨૦૨૦ના દિવસે ચૂંટણી લેવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. આ ચૂંટણી માટે નામાંકન દાખલ  કરવાનો આજે છેલ્લો દિવસ હતો. આ ચૂંટણી નિર્વિરોધ થવા માટે મુખ્યપ્રધાન અને શિવસેના  પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરેના આવાહન  બાદ મહાવિકાસ આઘાડીના  ૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય  લેવામાં આવ્યો. એ મુજબ આજે  શિવસેનાના ઉધ્ધવ ઠાકરે, નીલમ ગોર્હે, એનસીપીના શશિકાંત શિંદે અને અમોલ મિટકરી,કોંગ્રેસ તરફથી રાજેશ રાઠોડ તેમજ ભાજપના  ડમી ઉમેદવારો તરીકે રમેશ કરાડ અને  સંદીપ લેસે અને એનસીપીના કિરણ પાવસકરે ડમી ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યાછે.  ભાજપએ આ પહેલાં  રણજીત સિંહ મોહિતે પાટિલ, ગોપીચંદ પડળકર,અજીત ગોપછેડે  અને પ્રવિણ દરડે આ ૯ નામાંકન દાખલ કર્યા છે.  આજ ઉધ્ધવ ઠાકરેના નામાંકન દાખલ કરવા માટે પત્ની રશ્મી ઠાકરે બન્ને પુત્ર આદિત્ય (પર્યાવરણ પ્રધાન) અને તેજસ ઠાકરે પણ હાજર રહ્યાહતા.  જે ૧૪મેના દિવસે નામાંકન પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે ચૂંટણી નિર્વિરોધ થાય છેકે ૨૧મે ૨૦૨૦ના  દિવસે ૨૮૮ વિધાનસભ્યોને મતદાતા માટે આવવું પડશે એનો નિર્ણય થશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WOKcUa
via Latest Gujarati News

Post a Comment

0 Comments