
- કલ્પતરૂ પાવર ટ્રાન્સ.ના ૬૭.૩૬ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની જેએમસી પ્રોજેક્ટસ ઈન્ડિયા લિ., પૂર્ણ વર્ષની અપેક્ષિત ઈપીએસ રૂ.૯.૦૬, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૪.૦૫ સામે રૂ.૪૧.૦૫ ભાવે માત્ર ૪.૫૩ના પી/ઇએ ઉપલબ્ધ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 2 મે 2020, શનિવાર
કોરોના મહામારીથી ઘેરાયેલું વિશ્વ આ મહામારીમાંથી બહાર આવવા મથી રહ્યું છે, ત્યારે લોકડાઉનને અનેક દેશોમાં લંબાવવો અનિવાર્ય બની ગયો હોઈ ભારતમાં ૧૭,મે સુધી લોકડાઉન કેટલીક છૂટછાટો સાથે લંબાવીને થંભી ગયેલા અર્થતંત્રને પુન:પટરી પર લાવવાના પ્રયાસો શરૂ થયા છે. પરંતુ ચાઈનાની વર્તમાન પરિસ્થિતિ જોતાં અને કોરોનાના હજુ કોરોના સંકટની સાથે આર્થિક સંકટથી ઘેરાયેલું રહ્યું છે, એવામાં અમેરિકા-વિશ્વ વિરૂધ્ધ ચાઈના વચ્ચે ફરી કોરોના મામલે ટ્રેડ વોર ફાટી નીકળવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા સંકેતે વૈશ્વિક અર્થતંત્ર માટે આગામી દિવસો અત્યંત જોખમી હોવાનું અને આ સંભવિત જોખમોના પરિણામે વૈશ્વિક બજારો પણ આગામી દિવસોમાં વધુ ડામાડોળ થઈ શકે છે. જેથી અમેરિકા-ચાઈના ટ્રેડ વોરમાં યુરોપ સહિતના અન્ય દેશો પણ જોડાવાના સંજોગોમાં કોરોના સંકટ વિશ્વને નવા આર્થિક યુદ્વમાં ધકેલી દેવાના જોખમે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં પણ આગામી સપ્તાહમાં બે-તરફી અફડાતફડી બોલાય એવી શકયતા રહેશે. આ સાથે રિઝલ્ટની સીઝનમાં અમેરિકી બજારોને નબળા પરિણામોએ સપ્તાહના અંતે ડામાડોળ કર્યાની નેગેટીવ અસર અપેક્ષિત છે. કોર્પોરટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૦ અંતના ત્રિમાસિક પરિણામોએ સ્ટોક સ્પેસિફિક આકર્ષણ જળવાશે.
સ્ટીમ્યુલસ પેકેજની તૈયારી, અમેરિકા-ચાઈના વચ્ચે ફરી ટ્રેડ વોર, એપ્રિલ મહિનાના મેન્યુફેકચરીંગ, પીએમઆઈ પર નજર
અમેરિકી શેર બજારોમાં ગત સપ્તાહના અંતે અમેરિકા દ્વારા ચાઈનાની આયાતો પર નવા આંકરા ટેરિફ-ડયુટી લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપતાં ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૬૨૨ પોઈન્ટ અને નાસ્દાક ૨૮૫ પોઈન્ટ તૂટયા છે. એશીયા, યુરોપના દેશોમાં પણ સપ્તાહના અંતે ધોવાણ થયું છે. જેની નેગેટીવ અસર આગામી સપ્તાહમાં ખુલતામાં ભારતીય શેર બજારોમાં પડવાની શકયતા રહેશે. પરંતુ લોકડાઉન લંબાવ્યા છતાં અર્થતંત્રને ફરી વિકાસની પટરી પર લાવવાના થઈ રહેલા પ્રયાસોમાં જો આગામી સપ્તાહમાં મોટું આર્થિક-સ્ટીમ્યુલસ પેકેજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થશે તો પોઝિટીવ અસરે બજારમાં મોટો ઉછાળો અપેક્ષિત રહેશે. જેથી નેગેટીવ-પોઝિટીવ પરિબળો વચ્ચે આગામી સપ્તાહ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીનું બની રહેવાની સંભાવના છે. નવા સપ્તાહમાં ભારતના એપ્રિલ ૨૦૨૦ મહિના માટેના મેન્યુફેકચરીંગ પીએમઆઈ ૪,મે ૨૦૨૦ના જાહેર થનાર હોવા સાથે ૬,મે ૨૦૨૦ના રોજ સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંકડા પર બજારની નજર રહેશે. કોર્પોરેટ પરિણામોમાં આગામી સપ્તાહમાં ૭,મે ૨૦૨૦ના આઈટી જાયન્ટ એચસીએલ ટેકનોલોજીસના પરિણામ પર નજર રહેશે. આ ઈવેન્ટ્સ-પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૪૦૫૫ થી ૩૩૦૫૫ અને નિફટી ૯૯૫૫ થી ૯૬૬૬ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા રહેશે.
ડાર્ક હોર્સ : જેએમસી પ્રોજેક્ટસ(ઈન્ડિયા) લિ.
બીએસઈ (૫૨૨૨૬૩), એનએસઈ (વસ્ભઁઇર્ંવઈભ્) લિસ્ટેડ રૂ.૨ પેઈડ-અપ, વર્ષ ૨૦૦૦માં ૧:૨બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭.૫૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, જેએમસી પ્રોજેક્ટસ ( ઈન્ડિયા ) લિમિટેડ પ્રમોટર્સ કલ્પતરૂ ગુ્રપની કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડના ૬૭.૩૬ ટકા હોલ્ડિંગની, ૈંર્જીં ૯૦૦૧ થ ૨૦૦૮, ૈંર્જીં ૧૪૦૦૦ થ ૨૦૦૪, ર્ંલ્લજીછજી ૧૮૦૦૧ થ ૨૦૦૭ ભઈઇ્ૈંખૈંઈઘ, છેલ્લા ત્રણ દાયકાથી ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે હાઈવેઝ, એક્સપ્રેસવેઝ, બ્રિજીસ, ફ્લાયઓવર, ટાઉનશીપ્સ, ટોલ બહુમંઝિલી ઈમારતો-બિલ્ડિંગો, હોસ્પિટલો, ઈન્ડસ્ટ્રીયલ યુનિટો, રેલવેઝ, મેટ્રો, પાવર પ્લાન્ટોના બાંધકામ ક્ષેત્રે પ્રવૃત કંપનીએ દેશભરમાં અનેક પ્રોજેકટોનું નિર્માણ કર્યું છે. ૩૫૦૦થી વધુ પ્રોફેશનલોના મજબૂત વર્કફોર્સ અને બેંગ્લોર, એનસીઆર દિલ્હી, કોલકતા અને મુંબઈમાં પ્રાદેશિક ઓફિસો થકી કંપની કન્સ્ટ્રકશન સિવિલ અને સ્ટ્રકચરલ, મેકેનીકલ, ઈલેકટ્રિકલ અને ફાયર-ફાઈટીંગ એન્જિનિયરીંગ વગેરે મોટાભાગની બધી ઈન્ડસ્ટ્રીઝ અને કોઈપણ પડકારરૂપ પ્રોજેકટો હાથ ધરવાની સક્ષમતા ધરાવે છે.
જેએમસી પ્રમુખ ચાર સેગ્મેન્ટમાં (૧) બિલ્ડિંગ્સ (૨) ઈન્ડસ્ટ્રીયલ (૩) પાવર (૪) ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે પ્રવૃત છે.
(૧) બિલ્ડિંગ્સ :
દેશભરમાં પહોંચની ક્ષમતા સાથે બિલ્ડિંગ્સ અને હાઉસીંગ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નામ ધરાવતી કંપની વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ સાથે રહેણાંક ટાઉનશીપ્સના પ્રોજેકટો માટે એન્ડ ટુ એન્ડ કન્સ્ટ્રકશન ઓફર કરે છે. જ્યારે ઈન્સ્ટીટયુશનલ બિલ્ડિંગ્સમાં કંપની ટોચની મેનેજમેન્ટ ઈન્સ્ટીટયુટસ થી સ્કુલો, મેડિકલ કોલેજો થી હોસ્ટેલોનું નિર્માણ કરે છે. ઓફિસ જગ્યાઓ, આઈટી પાર્કસ વગેરેમાં કંપની આઈટી પાર્કસ, ઓફિસ સ્પેસ હાઈ રાઈસ ટાવર્સ અને ગ્રીન બિલ્ડિંગ્સ વગેરે માટે કન્સ્ટ્રકશન સોલ્યુશન્સ પૂરા પાડવામાં પ્રીફર્ડ પાર્ટનર બની છે. હેલ્થકેર ક્ષેત્રે કંપનીએ ઘણાં પબ્લિક પ્રોજેક્ટો સ્પેશ્યાલિટી હોસ્પિટલો, મેડિકલ કોલેજો સહિત કંપની હેલ્થકેર ક્ષેત્રને વિસ્તૃત એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ ઓફર કરે છે. હોસ્પિટાલિટી ક્ષેત્રે કંપનીએ હોટલો, મોલ્સ અને મલ્ટિ-યુટિલીટી જગ્યાઓ વગેરે પ્રોજેક્ટોના લેન્ડમાર્ક સ્ટ્રકચર્સના નિર્માણ ક્ષેત્રે પ્રવૃત કંપનીએ કંપનીએ અનેક પ્રોજેકટોનું કન્સ્ટ્રકશન કર્યું છે.
(૨) ઈન્ડસ્ટ્રીયલ :
ઉદ્યોગો માટે ઔદ્યોગિક એકમો-ઈન્ડસ્ટ્રીયલ યુનિટોનું કન્સ્ટ્રકશન ક્ષેત્રે સક્રિય કંપનીએ ઘણાં મેન્યુફેકચરીંગ ગ્રાહકોને એન્જિનિયરીંગ, ડીઝાઈન, પ્રોકયોરમેન્ટ, કન્સ્ટ્રકશન સર્વિસિઝ પૂરી પાડી છે.
(૩) પાવર :
દેશને ઊર્જામાં આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં કંપની આ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવી રહી છે.
(૪) ઈન્ફ્રાસ્ટ્રકચર :
કંપની પીપીપી/બીઓઓટી મોડલો થકી સિવિલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોના નિર્માણ ક્ષેત્રે પ્રમુખ કંપનીઓમાં એક કંપની ભારતમાં હાઈવેઝ અને રોડ ક્ષેત્રે મજબૂત પોઝિશન ધરાવે છે.
પ્રમુખ ગ્રાહકોની યાદી :
બિલ્ડિંગ્સમાં પ્રેસ્ટિજ ગુ્રપ, રાઈટસ,જેગુઆર, મારૂતી સુઝુકી, મિનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર, બજાજ, ઈન્ડસ, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ કોઝિકોડે, એન્જિનિયર્સ ઈન્ડિયા, સીપીડબલ્યુડી, સાબીક, કલ્પતરૂ, મંત્રી, જેયપી ગુ્રપ, મહાગુન, ઈમાર એમજીએફ, ટાટા હાઉસિંગ. ઈન્ડસ્ટ્રીયલમાં મારૂતી સુઝુકી, નીરમા, વિડીયોકોન, અંબુજા સિમેન્ટ, સિમેન્સ, વેલ્સ્પન, અલકેમ, જેબી કેમિકલ્સ, ઝાયડસ કેડિલા, કોલા કોલા, અરવિંદ અને વર્ધમાન. પાવરમાં જીએસીએલ, સિમેન્સ. ઈન્ફ્રાસ્ટ્રકચરમાં બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી, આઈઆઈએમ અમદાવાદ, એમએસઆરડીસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઈન્દૌર મ્યુનિસિપલ કોર્પોરેશન, એનએચએઆઈ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સહિતનો સમાવેશ છે.
કંપનીએ છેલ્લા ત્રણ દાયકામાં પૂર્ણ કરેલા કેટલાક સિમાચિહ્નરૂપ પ્રોજેક્ટોમાં આઈઆઈએમ અમદાવાદ, સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા એડિશનલ ઓફિસ બિલ્ડિંગ, બેંગલોર મેટ્રો, દિલ્હી મેટ્રો, એશીયન હાર્ટ હોસ્પિટલ, વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ, કલ્પના ચાવલા મેડિકલ કોલેજ, ઈન્ફોસીસ કેમ્પસ પૂના,સીએમસી ટીસીએસ કોલકતા, સિન્ટેલ એસઈઝેડ પૂના, કોલ ઈન્ડિયા હેડક્વાર્ટર કોલકતા, આરએમઝેડ ઈકોવર્લ્ડ બેંગ્લોર, હ્વુવેઈ ટેક પાર્ક બેંગ્લોર, સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ જામનગર, બજાજ ઓટો પ્લાન્ટ ચાકન, મારૂતી સુઝુકી પ્લાન્ટ માનેસરવગેરેનો સમાવેશ છે.
ઓર્ડર બુક :
૩૧,ડિસેમ્બર ૨૦૧૯ મુજબ કંપની અત્યારે રૂ.૧૦,૪૯૨ કરોડથી વધુ મજબૂત ઓર્ડર બુક ધરાવે છે. ઓર્ડર બુકના ૩૫ ટકા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોના ઓર્ડરો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માંડિસેમ્બર સુધીમાં કંપનીએ રૂ.૩૩૬૪ કરોડના ઓર્ડરો મેળવ્યા છે. કંપનીને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના અંતે ઓર્ડર રૂ.૪૫૦૦ થી ૫૦૦૦ કરોડની અપેક્ષા છે.
ડેટ-ઋણ :
કંપનીનું સ્ટેન્ડએલોન ઋણ-ડેટ ડિસેમ્બર ૨૦૧૯ના અંતે રૂ.૮૬૧ કરોડનું છે.
બુક વેલ્યુ :
માર્ચ ૨૦૧૪ના રૂ.૩૪.૮૭, માર્ચ ૨૦૧૫ના રૂ.૩૬.૪૭, માર્ચ ૨૦૧૬ના રૂ.૩૯.૩૬, માર્ચ ૨૦૧૭ના રૂ.૪૧.૦૭, માર્ચ ૨૦૧૮ના રૂ.૪૬.૯૯, માર્ચ ૨૦૧૯ના ૫૪.૯૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૦ના રૂ.૭૫.૨૮
શેર હોલ્ડિંગ પેટર્ન :
પ્રમોટર્સ કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ હસ્તક ૬૭.૩૬ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૮.૪૭ ટકા હોલ્ડિંગ પૈકી એચડીએફસી ટ્રસ્ટી કંપની લિ. પાસે ૯.૧૬ ટકા, કોટક સ્મોલ કેપ ફંડ પાસે ૫.૪૦ ટકા, ટાટા મ્યુચ્યુઅલ ફંડ-સ્મોલ કેપ ફંડ પાસે ૧.૪૧ ટકા, એસબીઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ પાસે ૧.૩૨ ટકા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો હસ્તક ૦.૫૦ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૧.૯૮ ટકા હોલ્ડિંગ અને રૂ.૨ લાખ સુધીના વ્યક્તિગત શેર ધારકો પાસે ૭.૧૨ ટકા હોલ્ડિંગ છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :
ચોખ્ખી આવક રૂ.૨૭૫૫.૬૪ કરોડની તુલનાએ વધીને રૂ.૩૨૫૨.૮૬ કરોડ મેળવીને એનપીએમ ૪.૩૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦૬.૧૨ કરોડથી વધીને રૂ.૧૪૨.૧૩ કરોડ હાંસલ કરીને શેર દીઠ આવક રૂ.૮.૪૭ હાંસલ કરી હતી.
(૨) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ :
ચોખ્ખી આવક રૂ.૮૯૩.૦૩ કરોડની તુલનાએ ટકા વધીને રૂ.૯૨૮.૨૪ કરોડ મેળવીને એનપીએમ ૪.૧૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૬.૭૭ કરોડની તુલનાએ ૫ ટકા વધીને રૂ.૩૮.૭૦ કરોડ હાંસલ કરીને ત્રિમાસિક શેર દીઠ આવક રૂ.૨.૩૧ હાંસલ કરી છે.
(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ :
ચોખ્ખી આવક રૂ.૨૩૧૫.૩૬ કરોડની તુલનાએ વધીને રૂ.૨૭૭૪.૩૯ કરોડ મેળવીને ચોખ્ખો નફો ૪.૧ ટકા એનપીએમ થકી રૂ.૯૩.૪૩ કરોડની તુલનાએ ૨૧.૩૧ ટકા વધીને રૂ.૧૧૩.૩૪ કરોડ નોંધાવી શેરદીઠ નવ માસિક આવક રૂ.૬.૭૬ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૧૦ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૬૫૧.૨૫ અને એનપીએમ ૪.૧૭ ટકા થકી ચોખ્ખો નફો અપેક્ષિત રૂ.૧૫૨.૨૫ કરોડ મેળવીને શેર દીઠ આવક રૂ.૯.૦૬ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૪૧૫.૨૮ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૧૮૮.૬૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૧.૨૩ અપેક્ષિત છે.
(૫) વેલ્યુએશન : સિંગલ મ્ :
કન્સ્ટ્રકશન ઉદ્યોગના સરેરાશ ૧૪ના પી/ઈ સામે કંપનીને મર્યાદિત રહીને ૬નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૫૪ને આંબી શકે. જે શેર વર્તમાન બજાર પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં વર્તમાન ભાવ રૂ.૪૧માં ૧૫ ટકા ઉમેરીએ તો રૂ.૪૭ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ મ્
આમ (૧) કલ્પતરૂ ગુ્રપની કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશનના ૬૭.૩૬ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની કંપની (૨) બિલ્ડિંગ અને ફેકટરીઝ નિર્માણ માટે વિવિધ ક્ષેત્રે મોટી બિઝનેસ તકો, શહેરી ઈન્ફ્રાસ્ટ્રકચર અને હાઈવેઝના નિર્માણ ક્ષેત્રે મોટી તકો સાથે ઈન્ડસ્ટ્રીયલ અને પાવર ક્ષેત્રે કન્સ્ટ્રકશન ક્ષેત્રે તકો ધરાવતી (૩) ડિસેમ્બર ૨૦૧૯ના અંતે રૂ.૧૦,૪૯૨ કરોડથી વધુ ઓર્ડર બુક ધરાવતી (૪) એપ્રિલ ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ના પ્રથમ નવ માસિકમાં ચોખ્ખા નફામાં ૨૧.૩૦ ટકાની વૃદ્વિ થકી શેર દીઠ રૂ.૬.૭૬ની આવક હાંસલ કરનાર (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૧૯-૨૦માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૯.૦૬, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૪.૦૫ અને અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૦-૨૧માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૧.૨૩, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૫.૨૮ સામે બીએસઈ, એનએસઈ પર રૂ.૪૧.૦૫ ભાવે પૂર્ણ વર્ષ ૨૦૧૯-૨૦ની અપેક્ષિત કમાણી સામે માત્ર ૪.૫૩ના પી/ઇએઉપલબ્ધ છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ (SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન લ્લ, મ્મ્, મ્મ્મ્, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : ચલિેહીઅીસજજ્રયસચૈન.ર્બસમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YuFj58
via Latest Gujarati News
0 Comments