ભારતનાં 6 શહેરો કરતાં મુંબઈની હવાની ગુણવત્તા વધુ સારી રહી : સફરનો વિશેષ અભ્યાસ



મુંબઈ, તા. 13 મે, 2020, બુધવાર

કોરોના  લોકડાઉન દરમિયાન  મુંબઈમાં  આરોેગ્ય માટે હવાના  હાનિકારક  પ્રદૂષણની માત્રામાં ઘણો નોંધપાત્ર ઘટાડો નોંધાયો  છે.  મુંબઈની હવામાંના  પ્રદૂષણનો  આ ઘટાડો ભારતમાં  અન્ય શહેરોની સરખામણીએ ઘણો વધુ છે. એવી માહિતી સિસ્ટમ  ઓફ એર ક્વોલિટી  વેધર  ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર)નાં  સૂત્રોએ  આપી હતી.

સફરનાં  સૂત્રોએ  એવી માહિતી આપી હતી  કે અમે૧, માર્ચથી ૨૧ માર્ચ અને ૨૩  માર્ચથી ૧૪ એપ્રિલના સમયગાળા (ત્રણ સપ્તાહ)  દરમિયાન  દિલ્હી, પુણે,  અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈ  એમ દેશના છ મહાનગરોમાંની  હવામાં  તરતાં આરોગ્ય આરોગ્ય માટે હાનિકાકરક  પ્રદૂષિત  રજકણોની  માત્રાની  સરેરાશ ટકાવારીની  નોંધ કરી હતી.  અમે  સેન્ટ્રલ  પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, અમેરિકન કોન્સ્યુલેટ (એલચી કચેરી) અને સફરનાં  પોતાનાં  મોનિટરિંગ સ્ટેશનો  દ્વારા  મેળવેલી  આંકડાકીય  માહિતીનો ઉપયોગ કર્યો હતો.

આ ઉપયોગી  માહિતી ગયા મંગળવારે  ભારત સરકારના અર્થ  સાયન્સ ખાતા દ્વારા  યોજાયેલા  વેબીનારમાં સફરના  ડાયરેક્ટર  ગુફ્રાન બેગે રજૂ કરી હતી.

ગુફ્રાન  બેગે  એવી ઉપયોગી માહિતી આપી હતી  કે માર્ચથી  એપ્રિલના  સમયગાળામાં  મુંબઈની હવામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડ (એનઓ-૨)  અને પાર્ટિક્યુલેટ મેટર(પીએમ-૨) ની માત્રામાં નોંધપાત્ર  ઘટાડો નોંધાયો   હતો,  જે ભારતમાં  છ શહેરોની હવામાં નોંધાયેલા  નાઈટ્રોજન ડાયોક્સાઈડની અને પાર્ટિક્યુલેટ  મેટરની  માત્રાની સરખામણીએ ઘણો  વધુ હતો.

ઉદાહરણરૃપે  મુંબઈની  હવામાં  નાઈટ્રોજન ડાયોક્સાઈડની   માત્રામાં ૭૬ ટકા અને પીએમ-૨ની  માત્રામાં ૫૪  ટકાનો  ઘટાડો નોંધાયો હતો.  મુંબઈની  હવામાં  નાઈટ્રોજન ડાયોક્સાઈડની  માત્રાનો ઘટાડો  ખરેખર તો લોકડાઉનને  કારણે બંધ થયેલી  વાહનોની હેરફેરને  કારણે થયો છે.  કોલકાતામાં  નાઈટ્રોજન ડાયોક્સાઈડની  માત્રામાં  ૬૭ ટકાજ્યારે પીએમ-૨ નીમાત્રામાં  ૪૦ ટકા  ઘટાડો નોંધાયો  હતો. 

આમ છતાં સફરનાં  સૂત્રોએ એવી   મહત્ત્વની  સ્પષ્ટતા પણ કરી હતી  કે  મુંબઈની  હવામાં  લોકડાઉન દરમિયાન  ઉદ્યોગો, કારખાનામાંથી અને વાહનોમાંથી  પ્રદૂષિત  વાયુઓ નહીં  ફેંકાયા  હોવા છતાં  પીએમ-૨ ની  સૌથી ઓછી  માત્રાની  ટકાવારી  ૩૩ માઈક્રોગ્રામ્સ (૫૨ ક્યુબિક મીટર) નોંધાઈ  હતી. જે  દેશના આ જ  છ  મહાનગરોની  સરખામણીએ  સૌથી  વધુ રહી હતી.  રાષ્ટ્રીય  સુરક્ષાનો  માપદંડ ૨૪ કલાક  દરમિયાન  ૪૦ માઈક્રોગ્રામ્સ  પર ક્યુબિક મીટરનો  છે.

ગુફ્રાન બેગે બહુ મહત્ત્વનો  મુદ્દો રજૂ  કરતાં  એમ પણ  કહ્યું હતું  કે મુંબઈ દરિયાકાંઠા પર વસેલું  હોવાથી સમુદ્રનાં  મોજાં  પરથી આવતી લહેરખીઓને  કારણે  હવામાં  તરતાં  હાનીકારક  પ્રદૂષિત  રજકણો  બહુ ઝડપથી  દૂર દૂર  સુધી ફેંકાઈ જાય છે.  એટલે  મુંબઈની હવાની ગુણવત્તા  અને પર્યાવરણ  લોકડાઉન દરમિયાન  ઉત્તમ રહ્યાં  છે.

સફરનાં  સૂત્રોએ  એવી માહિતી પણ આપી  હતી કે અમે ૨૦૧૯ માં  મુંબઈની હવામાંના પ્રદૂષિત  રજકણો  પ્રદૂષણનો  અભ્યાસ કર્યો  હતો.  અમને જાણવા  મળ્યું હતું  કે વાહનવ્યવહાર ક્ષેત્રે કારણે  મુંબઈની હવામાં ૩૦,૪૯ ટકા  જેટલું  પ્રદૂષણ નોંધાયું હતું. જે  અન્ય ક્ષેત્રોની  સરખામણીએ  સૌથીવધુ હતું. જાહેર સ્થળે -ખુલ્લામાં  કચરો બાળવો,વસ્ત્રો ઉદ્યોગ, ઈંટ બનાવવાના ભઠ્ઠા,  ધૂળની  આંધી અને દરિયામાંથી ફેંકાતી  ખારાશવગેરેને કારણે ફક્ત ૨૦.૮૮ ટકા પ્રદૂષણ રહ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WSkHl5
via Latest Gujarati News

Post a Comment

0 Comments