
મુંબઈ, તા. 06 મે 2020, બુધવાર
કોરોના વાયરસ લોકડાઉન ૩.૦ની નવી ગાઈડલાઈન્સ બહાર પાડયાના ૩ દિવસ બાદ મહારાષ્ટ્ર સરકારે એવો ખુલાસો કર્યો છે કે, જે દુકાનો અને બજારો ખોલવાની મંજુરી અપાઈ છે એ પોતાના કામકાજના નિર્ધારિત દિવસોએ સવારે ૭થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલી રહેશે. સરકારે સ્થાનિક પ્રશાસનને બીજા કોઈ અંકુશો અને શરતો નહિ મુકવાની તાકીદ કરી છે. રાજ્ય સરકારે ૨ અને ૩ મેએ ઈસ્યુ કરેલી લોકડાઉન ૩.૦ની નવી ગાઈડલાઈન્સ મુજબ જ દુકાનો અને બજારોનું કામકાજ ચાલશે.
ઉક્ત ખુલાસો બહાર પાડતા મુખ્ય સચિવ અજોય મહેતાએ જણાવ્યું હતું કે 'ચીજવસ્તુઓનો પુરવઠો સહેલાઈથી અને એકધારો મળતો રહે એ જરૂરી છે. દુકાનો અને બજારો પર ચોક્કસ સમય, નિર્ધારિત દિવસો અને એન્ટી પોઈન્ટસ જેવા પ્રતિબંધો લાદવા નુકસાનકારક પુરવાર થઈ રહ્યા છે અને એને લીધે અનિશ્ચિતતા ઊભી થતી હોવાથી લોકો ખરીદી કરવા ટોળે વળે છે. એટલે તમામ સત્તાવાળાઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે નવી ગાઈડલાઈન્સ મુજબ તમામ દુકાનો અને બજારો સવારે ૭થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલા રહે એમ મહેતાએ વધુમાં જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3basoYT
via Latest Gujarati News
0 Comments