સ્ટીમ્યુલસ પેકેજની તૈયારીએ એપ્રિલ વલણનો શેરોમાં તોફાની તેજીએ અંત : સેન્સેક્સ 997 પોઈન્ટની છલાંગે 33717


- કોવિડ ડ્રગ ટ્રાયલના પોઝિટીવ સંકેત, ચાઈનીઝ ફેકટરી આંકડા, યુ.એસ.ફેડરલે ઝીરો રેટ જાળવતાં...

-  આઈટી, બેંકિંગ, ઓટો, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં તેજી : FPIs/FIIની કેશમાં રૂ.૧૯૬૯ કરોડ, DIIની કેશમાં રૂ.૫૭૯ કરોડના શેરોની ખરીદી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર

ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો અંત આજે ભારતીય શેર બજારોમાં તોફાની તેજીએ આવ્યો હતો. કોરોના મહામારી સામે વૈશ્વિક ચાલી રહેલી લડતમાં દવા-વેક્સિનના થઈ રહેલા સંશોધનમાં અમેરિકાની જીલિડ કંપનીની રેમડેસિવિર દવા કોરોના દર્દીને ૩૧ ટકા ઝડપી સાજા કરી રહ્યાના અહેવાલ અને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા ગઈકાલે ઝીરો વ્યાજ દર જાળવવામાં આવતાં તેમ જ ચાઈનાના ફેકટરી ઉત્પાદનના આંક અપેક્ષાથી સારા આવતાં વૈશ્વિક બજારોમાં તેજી સાથે હવે ભારત સરકાર દ્વારા આજ-કાલમાં આર્થિક સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાના સંકેતે શેરોમાં ફંડોએ સતત ચોથા દિવસે શેરોમાં સાર્વત્રિક આક્રમક તેજી કરીને સેન્સેક્સને ૩૩૦૦૦ની સપાટી અને નિફટીને ૯૮૦૦ની સપાટી પાર કરાવી હતી. સેન્સેક્સ ૯૯૭.૪૬ પોઈન્ટની છલાંગે ૩૩૭૧૭.૬૨ અને નિફટી સ્પોટ ૩૦૬.૫૫ પોઈન્ટ ઉછળીને ૯૮૫૯.૯૦ બંધ રહ્યા હતા. 

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે સતત બીજા દિવસે મજબૂત બની ૫૮ પૈસા ઉછળીને ૭૫.૧૧ રહ્યો હતો.  શેરોમાં રોકાણકારોની સંપતિ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૨૧ લાખ કરોડ વધીને રૂ.૧૨૯.૪૨ લાખ કરોડ પહોંચ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૯૬૮.૮૦ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૫૭૯.૦૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી.

ટાટા ગુ્રપ કંપનીઓના શેરોમાં આક્રમક તેજી સાથે આઈટી-સોફટવેર, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો મોટાપાયે લેવાલ રહ્યા હતા. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા શૂન્ય વ્યાજ દર જાળવતાં અને કોરોનાના ઈલાજમાં અમેરિકી કંપનીની દવા સફળ નીવડી રહ્યાના અહેવાલ વચ્ચે આજે આઈટી-સોફટવેર શેરોમાં આક્રમક તેજીએ બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૬૦.૪૬ પોઈન્ટ ઉછળીને ૧૪૨૩૫.૦૪ બંધ રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજી રૂ.૫૧.૩૦ ઉછળીને રૂ.૫૪૨.૮૦, ટીસીએસ રૂ.૧૦૯.૬૫ ઉછળીને રૂ.૨૦૧૪.૮૫, ઈન્ફોસીસ રૂ.૩૮.૫૦ વધીને રૂ.૭૧૬.૨૦, વિપ્રો રૂ.૯.૮૦ વધીને રૂ.૧૯૦.૫૦, માસ્ટેક રૂ.૧૨.૬૫ વધીને રૂ.૨૪૭.૬૦, એમ્ફેસીસ રૂ.૨૯.૨૦ વધીને રૂ.૭૩૬.૫૦, માઈન્ડટ્રી રૂ.૩૩.૫૦ વધીને રૂ.૯૧૫.૩૦ રહ્યા હતા. 

ચાઈનાના ફેકટરી ઉત્પાદનના આંક પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ(પીએમઆઈ) માર્ચ ૨૦૨૦ના ૫૨ની તુલનાએ એપ્રિલમાં ૫૦.૮ આવતાં જે અપેક્ષાથી ઓછા નબળા આવતાં મેટલ-માઈનીંગ શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડોની આક્રમક લેવાલી રહી હતી. 

વેદાન્તા રૂ.૧૦.૪૫ ઉછળીને રૂ.૮૯.૬૦, હિન્દાલ્કો રૂ.૧૩.૯૫ વધીને રૂ.૧૩૦.૨૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૬.૭૫ વધીને રૂ.૧૮૦.૯૦, જિન્દાલ સ્ટીલ રૂ.૬.૪૦ વધીને રૂ.૯૫.૦૫, ટાટા સ્ટીલ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૨૯૮.૪૫ રહ્યા હતા. 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં અટકીને સતત વધતાં રહીને નાયમેક્ષ ક્રુડ બેરલ દીઠ ૧૬ ડોલરની સપાટી કુદાવી જતાં અને સામે અમેરિકી ડોલર સામે રૂપિયો સતત મજબૂત બનતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી રહી હતી. ઓએનજીસી રૂ.૯.૪૫ ઉછળીને રૂ.૭૯.૯૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૬.૬૫ વધીને રૂ.૯૫.૭૫, એચપીસીએલ રૂ.૧૨ વધીને રૂ.૨૨૦.૨૦, બીપીસીએલ રૂ.૯.૧૫ વધીને રૂ.૩૭૦.૪૫, આઈઓસી રૂ.૩.૭૦ વધીને રૂ.૮૪.૨૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સાંજે ચોથા ત્રિમાસિકના પરિણામ જાહેર થતાં પૂર્વે લેવાલીએ રૂ.૪૦.૮૫ ઉછળીને રૂ.૧૪૬૭.૦૫ રહ્યા હતા. 

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ફરી ઝડપી રિકવરી લોકડાઉન બાદ જોવાશે એવા અહેવાલ અને ટાટા મોટર્સ દ્વારા જેગુઆર-લેન્ડ રોવરનું ચાઈનામાં ૭૫ ટકા ઉત્પાદન ફરી પાછું પૂર્વવત થયાનું જાહેર થતાં અને મધરસન સુમી દ્વારા પણ ૮૦ ટકા વૈશ્વિક ઉત્પાદન ફરી શરૂ થઈ ગયાનું જાહેર થતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડો આક્રમક લેવાલ બન્યા હતા. ટાટા મોટર્સ રૂ.૧૪.૯૫ ઉછળીને રૂ.૯૩.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૧૯૫.૯૦ ઉછળીને રૂ.૨૧૬૬.૮૦, અશોક લેલેન્ડ રૂ.૪.૪૦ વધીને રૂ.૫૨.૩૫, મધરસન સુમી રૂ.૬.૧૫ વધીને રૂ.૮૭.૫૫, ટીવીએસ મોટર રૂ.૨૦.૪૫ વધીને રૂ.૩૨૮.૦૫, મારૂતી સુઝુકી રૂ.૨૯૧.૭૦ વધીને રૂ.૫૩૬૦.૩૦, અમરરાજા બેટરીઝ રૂ.૩૦.૩૦ વધીને રૂ.૫૭૦.૬૦, બોશ રૂ.૫૪૫.૬૫ વધીને રૂ.૧૦,૫૭૦.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૮.૫૫ વધીને રૂ.૩૬૬.૬૦, બજાજ ઓટો રૂ.૧૨૭.૮૦ વધીને રૂ.૨૬૨૭.૭૫, એમઆરએફ રૂ.૧૩૩૭.૫૦ વધીને રૂ.૬૦,૫૨૦.૭૦, આઈશર મોટર્સ રૂ.૩૧૨.૯૫ વધીને રૂ.૧૪,૬૩૭.૩૦ રહ્યા હતા. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YlNq3Z
via Latest Gujarati News

Post a Comment

0 Comments