પુણેમાં એક જ રાતમાં કોરોનાના ૧૨૭ દરદીનો વધારો



મુંબઈ,તા.30 એપ્રિલ, 2020, ગુરુવાર

રેડ ઝોનમાં ગણાતા પુણેમાં એક જ રાતમાં કોરોનના ૧૨૭ દરદીનો વધારો થતા ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે પુણેમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા ૧,૭૨૨ ઉપર પહોંચી છે.

પુણેમાં ગઈ રાત્રે ૯ વાગ્યાથી આજે સવાર સુધીમાં એટલે કે ૧૨ કલાકમાં નવા ૧૨૭ દરદી આવ્યા હતા. આમાંથી મોટા ભાગના કોરોનાગ્રસ્ત દરદીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આવ્યા છે. આ બધના પરિવારો, પાડોશીઓ તેમ જ આસપાસમાં રહેતા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નવા આવેલા ૧૨૭ દરદીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે સંસર્ગને લીધે જ તેમને વાઈરસનો ચેપ લાગ્યો છે. એટલે આ દરદીઓ જે વિસ્તારોમાંથી આવ્યા છે ત્યાં પણ પુણે પાલિકાએ તપાસ આરંભી છે. આ દરદીઓ પણ કોના કોના સંપર્કમાં આવ્યા હતા. તેમની પણ શોધ ચાલુ છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KQkLw4
via Latest Gujarati News

Post a Comment

0 Comments