મુંબઈમા કોરોનાના દરદીઓ બમણા થવાનો સમયગાળો ૧૦ દિવસ : મૃત્યુ દર ૬.૩ ટકાથી ઘટીને ૩.૯ ટકા



મુંબઈ,તા.30 એપ્રિલ, 2020, ગુરુવાર

મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં વધારાનું પ્રમાણ ઘટયું હોવાનું તારણ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સમિતિએ કાઢ્યો છે. શરૃઆતમાં ૮.૩ દિવસનો આ સમયગાળો વધીને ૧૦ દિવસ થયો છે. દેશમાં દરદીઓ બમણા થવાનો સમયગાળો ૯.૫ દિવસ છે. જ્યારે રાજ્યમાં આ સમય ૮.૯ દિવસનો છે.

કેન્દ્રિય સમિતિએ દરદીઓની વધારે સંખ્યા હોય તેવા આઠ વિભાગમા નિરિક્ષણ કર્યું હતું. હાજીઅલી થી વરલી, વરલીથી ધારાવી, ચર્નીરોડથી ધારાવી, જેજે હોસ્પિટલથી ચિંચપોકલી આ વિભાગ સહિત વિલેપાર્લેથી ઓશિવરા સાંતાક્રુઝથી જોગેશ્વરી અને ધારાવી આ વિસ્તારોના ૧૭ થી ૨૭ એપ્રિલ દરમ્યાન દરદીઓની સંખ્યાનું વિશ્લેષણ કર્યું હતું.

શહેરમા કોરોનાથી સંક્રમિત દરદીઓના મૃત્યુનો દર રાજ્યના દર કરતાં ઓછો હોવાનું પણ નિરિક્ષણમાં જણાયું હતું. રાજ્યમાં દર ૧૦૦ દરદીઓ સામે મૃત્યુનો દર ૪.૩ ટકા છે. તો મુંબઈમાં તે ૩.૯ ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા મુંબઈમાં કોરોનાથી મૃત્યુનો સરેરાશ ૬.૩ ટકા હતો.

ઘરે ઘરે જઈ દરદીઓ શોધવા લોકોના આ અંગે જનજાગૃતિ કરવી કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવા. તે પરિસરમાં જંતુનાશકનો છંટકાવ કરવો વગેરે કારણસર આ પ્રમાણ ઘટયું હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f1WfWF
via Latest Gujarati News

Post a Comment

0 Comments