ઇતિહાસમાં શિવાજી પાર્ક ઉપર મહારાષ્ટ્ર દિવસની પરેડ આજે નહીં થાય



(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.30, એપ્રિલ, 2020, ગુરુવાર

ગુજરાતી ભાષિક લોકોને ગુજરાત અને મરાઠી ભાષિક લોકોને મહારાષ્ટ્ર આવી રચના ૧મે ૧૯૬૦ના દિવસે થઇ અને ગુજરાતના જેમજ મહારાષ્ટ્ર પણ ૬૦ વર્ષનું થયું. દર વરસે મહારાષ્ટ્ર દિવસની ઉજવણી સવારે રાજ્યપાલની હાજરીમાં છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક, દાદરમાં પરેડ અને ધજારોહાણ દ્વારા કરવામા આવે છે. મુખ્ય પ્રધાન મંત્રાલયમાં અને તમામ પાલકપ્રધાનો પોતપોતાના જીલ્લામાં ધજારોહણ કરતા આવ્યા છે. પણ કોરોના વાઇરસને લીધે દેશમાં લોકડાઉન છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં આ વરસે ૧મેએ આવતીકાલે સવારે છત્રપતિશિવાજી મહારાજ પાર્ક ખાતે રાજ્યપાલશ્રીની હાજરીમ  મે દિવસ- મહારાષ્ટ્ર દિવસની પરેડ યોજવામાં આવી નથી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી રાજભવનમાં, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મંત્રાલયમાં અને તમામ પાલક પ્રધાનો પોતપોતાના જિલ્લાઓમાં ધજારોહાણ અત્યંત સાદાઇથી કરશે એવું જાણવા મળે છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીજ વાર મહારાષ્ટ્ર દિવસની ઉજવણી પરેડ વગર અત્યંત સાદાઇથી કરવામાં આવશે, એવું જાણવા મળે છે




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bSFWJR
via Latest Gujarati News

Post a Comment

0 Comments