
મુંબઈ,તા.30 એપ્રિલ, 2020, ગુરુવાર
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા લેવાયેલી (એસએસસી) દસમા ધોરણની પરિક્ષાનું છેલ્લુ ભૂગોળનું પેપર કોરોના વાઈરસને કારણે લાગૂ કરવામાં લોકડાઉનને પગલે રદ્દ કરાયું હતું. અને વિદ્યાર્થીઓને તેના માર્ક આપી દેવાશે તેવી ઘોષણા કરાઈ હતી. પરંતુ આ માર્ક કઈ રીતે અપાશે તેવી કોઈ જ યોજના બોર્ડે હજી સુધી વિચારી નથી.
ઉલ્લેખનીય છે કે બોર્ડનું છેલ્લું પેપર ૨૬મી માર્ચે હતું. પરંતુ તે લોકડાઉન લંબાતા જતા રદ્દ કરવામાં આવી હતી. તેની સાથેજ વિશેષ જરૃરિયાત વાળા દિવ્યાંગ વિદ્યાર્થીઓની મૌખિક ધરીમાઓ પણ રદ્દ કરી દેવાઈ હતી.
બોર્ડે આ પ્રકરણે વિદ્યાર્થીઓને કઈ રીતે માર્ક આપવા તે માટે સમિતિની નિમણૂક કરી હોવા છતા હજી સુધી તે માટે કોઈ જ નિર્ણય લેવાયો નથી. આ પ્રકરણે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારની પરિક્ષાઓ રદ્દ પહેલી વાર કરાઈ હોવાથી આ પ્રકરણે નિર્ણય લેતા અમને થોડો સમય લાગશે. તેમા સરકારની મંજૂરી પણ મેળવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષા રદ્દ થતા વાલીઓ પણ કઈ રીતે માર્ક અપાશે તે અંગેની સ્પષ્ટતા ન હોવાથી ફરિયાદ કરી રહ્યા છે અને સંતાનોના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે.
પરંતુ આ વર્ષે પરીક્ષામા બેઠેલા ૧૭ લાખ વિદ્યાર્થીઓનું નુકસાન ન થાય તે રીતે નિર્ણય લેવાશે તેવી બાંહેધરી બોર્ડે આપી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YkkCc8
via Latest Gujarati News
0 Comments