
મુંબઈ, તા.30 એપ્રિલ, 2020, ગુરુવાર
કોરોના વારયસનો પ્રસંગ રોકવા મીરા- ભાયંદર મહાનગરપાલિકા (એમબીએમસી)એ સંપૂર્ણ લોકડાઉન પાંચ દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. આ બંને જોડિયા ઉપનગરોમાં સંપૂર્ણ લાદવામાં આવેલા લોકડાઉન મંગળવાર મધરાત સુધી અમલમાં રહેશે.
મહાપાલિકા કમિશનર ચંદ્રકાંત ડાંગેએ બહાર પાડેલા નવા આદેશ અન્વયે કન્ટેનમેન્ટની કડક કવાયત ત્રીજી મે સુધી ચાલુ રહેશે.
જોકે, બેકરી સ્ટોર્સને મોડી રાતે કામકાજ ચાલુ રાખવાની અપાયેલી છુટછાટને વિવાદ ઊભો થયો છે. ઘણાં નગરસેવકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
નવા અધ્યાદેશ અન્વયે મીરા- ભાયંદરમાં સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન બેકરી સ્ટોર્સ મોડી રાતે ૨થી ૪ વાગ્યા સુધી ખુલા રહેશે. આવી વિચિત્ર છુટછાટને કારણે લોકડાઉનનો હેતુ જ માર્યો જશે અને પહેલેથી કામનો વધુ પડતો બોજ વેંઢારતા પોલીસ દળ પર એને લીધે વધુ પ્રેશર આવશે. એટલે પાલિકા પ્રશાસને પુનર્વિચાર કરી આદેશ પાછો ખેંચી લેવો જોઈએ', એમ ભાજપના નગરસેવક રવિ વ્યાસે જણાવ્યું હતું.
સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન કરિયાણીની દુકાનો, ચિકન- મટન શોપ્સ, શાકભાજી, માછલી અને ફળના બજારો બંધ પાળવાનું ચાલુ રાખશે. જ્યારજ્યારે હવે મેડીકલ સ્ટોર્સ સવારે ૯થી રાત્રે ૯ સુધી ખુલા રાખી શકશે. હોસ્પિટલો અને ક્લિનિકસ ઉપરાંત ડે-નાઈટ મેડીકલ સ્ટોર્સ પહેલાની જેમ ચાલુ રહેશે પણ એમણે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા પડશે. જ્યારે સવારે ૯થી રાત્રે ૧૧ વાગ્યા સુધી જીવન જરૃરી વસ્તુઓની હોમ ડિલીવરી કરી શકાશે. દૂદની દુકાનો ફક્ત સવારે ૭થી ૧૧ વાગ્યા સુધી ખુલી રહેશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aVG5uu
via Latest Gujarati News
0 Comments