કોવિડ-૧૯ના દરદીઓની સારવાર માટે ટીબીની રસી બીસીજીની અજમાયશ માટે વિચારણા



મુંબઇ, તા.30, એપ્રિલ, 2020, ગુરુવાર

કોરોનાવાઇરસ (કોવિડ-૧૯)ના દરદીઓની સારવારમાં ટયુબરક્યુલોસિસ (ટીબી) માટેની રસી (વેકસીન) કેટલે અંશે ઉપયોગી છે તેનો ટેસ્ટ (પરીક્ષણ) હાફકિન રીસર્ચ ઇન્સ્ટિટયુટના વિજ્ઞાાનીઓ મહારાષ્ટ્રના મેડિકલ એજ્યુકેશન ખાતા સાથે મળીને વિવિધ કેન્દ્રોમાં અજમાયશી ધોરણે કરે તે માટેની તૈયારીઓ થઇ ચૂકી છે.

આ વેકસિનમાં કોરોના મહામારાની રોકવાની ક્ષમતા કેટલી છે તે જાણવા માટે ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર) સહિતની વિશ્વભરની સંસ્થાઓ પ્રયોગ કરી રહી છે ત્યારે હાફકિનના વિજ્ઞાાનીઓની અજમાયશમાં વેકસીનથી કોરોનાના ચેપનો ઇલાજ થઇ શકે તેમ છે કે તેનો અભ્યાસ કરવામાં આવશે.

પરેલની આ ૧૨૧ વર્ષ જૂની સંસ્થા હાફકિનની વિચારણા ટીબીની રસીની અજમાયશ કોવિડની હળવી (સાધારણ) અસરવાળા દરદીઓ પર કરવાની છે અને આ પરીક્ષણ નાના જૂથમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

ટીબીની વેકસીનનું પરીક્ષણ સરકારી મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોના દરદીઓ પર કરાશે તથા રાજ્ય સરકાર અને ઇન્સ્ટિટયુશનલ એથિક્સ સમિતિઓએ પરીક્ષણ માટે મંજૂરી આપી છે.

મેડિકલ એજ્યુકેશન ખાતાના સચિવ ડો. સંજય મુખરજીએ કહ્યું હતું કે બીસીજી વેક્સીન તથા કોવિડ-૧૯ પર તેની કોઇ અસર થાય કે નહીં તે વિશે અનેક અટકળો કરવામાં આવી રહી છે. બીસીજીના એક શોટ (ડોઝ)થી કોરોના બિમારીનું જોર નરમ પડે છે કે નહીં તેનો અભ્યાસ અમે કરીશું.

બીસીજીના ઉપયોગના વિચાર સામે થોડોક અણગમો વ્યક્ત કરાશે તેની રાજ્ય સરકારને ખબર છે પરંતુ તેની અજમાયશ સફળ થઇ શકે તેમ માનવાને કારણ છે. બીસીજી મોટે ભાગે ટયુબરક્યુલોસિસ મેનિનમાઇટિસ થાય નહી તે માટે નાના તથા નવજાત શિશુઓને આપવામાં આવે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aUcwJI
via Latest Gujarati News

Post a Comment

0 Comments