ખાનગી હોસ્પિટલોના કોરોના દરદી માટેના બેડ ચાર્જ પર રૂ. ત્રણ હજારની ટોચમર્યાદા



મુંબઇ, તા.1, મે, 2020, શુક્રવાર

મુંબઇ મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલોના વડાઓ સાથેની બેઠક બાદ કોરોનાવાઇરસ (કોવિડ-૧૯)ના દરદીઓ માટેના બેડ ચાર્જની રૃ. ત્રણ હજારની ટોચ મર્યાદા નિશ્ચિત કરી હતી. આ સાથે દરદી પાસેથી લેવાતા બિછાના ચાર્જમાં રૃ. એક હજારનો ઘટાડો થયો છે.

તદુપરાંત, ઇન્શૂરન્સમાં નહીં આવરી લેવાતી પીપીઇ (પર્સનલ પ્રોટેક્શન ઇકવિપમેન્ટ) જેવી કન્ઝયુમેબલ (ઉપયોગ બાદ બિનઉપયોગી બનતી) ચીજવસ્તુઓ માટે દસ ટકાનો ચાર્જ લેવા બાબતે પણ લોક આરોગ્ય ખાતાએ હોસ્પિટલો પર પ્રતિબંધ મૂક્યો છે.

ગરીબ દરદીઓ  માટે દસ ટકા બેડ ફાળવવા ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્પિટલોને ફરી એક વખત જણાવાયું છે. સહાયક પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલોની સર્વસંમતિને પગલે બેડ માટેનો ચાર્જ રૃ. ત્રણ હજાર સુધી રાખવા નિશ્ચિત કરાયું છે. પરંતુ આવી હોસ્પિટલો દ્વારા સામ ન્ય રીતે લેવાતી રૃ. ૫૦ હજારથી રૃ. એક લાખની ડીપોઝીટ બાબતે કોઇ નિર્ણય લેવાયો નથી.

પરિવારના એકથી વધુ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવે તો પરિવારને તેમની સારવાર માટે લાખો રૃપિયાની વ્યવસ્થા કરવાની ફરજ પડાતી હોવાનું ઉદાહરણો ધ્યાનમાં આવ્યા છે. આરોગ્ય ખાતાના હોસ્પિટલોના ચાર્જીસ અંગેના જાહેરનામામાં કેટલીક બિનકોવિડ સારવાર માટેના ચાર્જીસનો પણ સમ વેશ કરાયો છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WkzzIm
via Latest Gujarati News

Post a Comment

0 Comments