૩ મે બાદ મુંબઇ, થાણે, પુણે સહિત રેડ ઝોનમાં લોકડાઉનમાંથી રાહત નહિ મળે: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.1, એપ્રિલ, 2020, શુક્રવાર

કોરોનાના પ્રકોપને લીધેલા લાદેલા લોકડાઉનનો બીજો તબક્કો  રવિવાર ૩ મેના રોજ પૂરો થાય છે.  ત્યાર બાદ લોકડાઉનમાંથી મુંબઇ, થાણે અને પુણેને રાહત નહિ મળે એવા સંકેત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્ર દિન નિમિત્તે જનતાને સંબોધન કરતા આપ્યા હતા.

રેડ ઝોનમાં આવેલા મુંબઇ, પુણે, થાણે, નાગપુર અને ઔરંગાબાદ કોરોનાના સકંજામાં હોવાથી ત્યાં દરદીની સંખ્યા વધે છે. ત્યાં લોકડાઉનમાં શિથિલતા લાવવી હિતકારક નથી એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

કોરોનાના પાશ્વભૂમિ પર જાહેર કરવામાં આવેલા લોકડાઉનની મુદત ૩ મેના  રોજ પૂરી થઇ રહી છે.રોજ પૂરી થઇ રહી છે. ત્યારબાદ લોકડાઉન વધારાશે કે શિથિલ કરાશે આ સંબંધે ચર્ચા શરૃ છે. પણ આ મુદ્દો મહત્વનો છે. અમારે શું કરવું ? કેટલો સમય ઘરમાં બેસી રહેવુ એવો પ્રશ્ન તમને ઉભો થાય છે. આર્થિક વ્યવહાર ઠપ થઇ ગયો છે. બેરોજગારી વધશે એવું કહેવાય છે તે સાચુ છે. ના પાડવું તે યોગ્ય નથી.

આર્થિક સાથે સંપતિ જો  કહેવી હોય તો પ્રત્યેક રાષ્ટ્ર  અને રાજ્યની મહત્વની અને સાચી સંપતિ હોય તો જનતા છે તેને પ્રાથમિકતા આપવી જોઇએ. તેઓ બચશે તો કાદવમાં અટકી પડેલું પૈડું બહાર ખેંચીને કાઢી શકાશે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

૩ મેના બાદ લોકડાઉનમાંથી વધુ છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. પણ વર્ગીકરણ કરેલા રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોને ધ્યાનમાં રાખીને છૂટ અપાશે.

રાજ્યમાં રેડ ઝોન (લાલ) એટલે ત્યાં કોરોનાની જવાળામુખી છે. આથી ત્યાં જનતામાં જાગૃતિ લાવવી જરૃરી છે. ત્યાં લોકડાઉનમાંથી છૂટછાટ આપવું શક્ય નથી. ઓરેન્જ ઝોનમાં અમુક અંશે કોરોના છે. પણ ગ્રીન ઝોન એટલે કે કોરોના મુક્ત છે. પરંતુ ત્યાં કાળજી લેવી જરૃરી છે.

રાજ્યમાં રેડ ઝોનમાં આવતાં મુંબઇ અને પરિસર (એમ.એમ.આર.) પુણે, નાગપુર તેમજ ઔરંગાબાદ ખાતે લોકડાઉન  કાયમ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં ખેડૂતોને રાહત આપતી ઘોષણા ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. કોઇપણ પરિસ્થિતિમાં ખેડૂતો પર બંધન થી. બી-બિયાણ, ખાતર ઓછુ પડશે નહિં. એમ તેમમે ખાતરી આપી હતી. માલવાહતૂક ખુલ્લો કરાયો છે. ધીમે ધીમે પ્રતિબંધો ઉપાડી લેવાશે, પણ પ્રતિબંધ ઉપાડી લેતાં ભીડ કરશો નહિં. નહિંતો ફરી પ્રતિબંધ મૂકવું પડશે, એવી ચીમકી શુદ્ધા આપી હતી.

કોરોના વાઇરસનો ફેલાવો સતત વધતો હોવાથી તેની સાંકળ (ચેઇન)ને  તોડવા માટે લોકડાઉન મૂકવું જરૃરી હતું. સાથી લોકડાઉનનો ફાયદો થયો છે. એવો દાવો સુદ્ધા તેમણે કર્યો હતો. જો લોકડાઉન મૂકયુ ન હોત તો આ વાઇરસ એટલો બધો ફેલાઇ જાત કે તેની કલ્પના કરી શકાત નહીં. કોરોનાના  વાઇરસ ગુણાકારમાં ફેલાતા દરદીની  સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. લોકડાઉનને લીધે કોરોના વાઇરસ નિયંત્રણમાં રાખવાનું શક્ય બન્યું છે, એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ પોતાની પીઠ થાબડી હતી.

કોરોનાના ૭૫ ટકા દરદી સૌમ્ય, અતિ સૌમ્ય અને લક્ષણ વગરના દેખાય છે. પણ તે કોરોનાના પોઝીટીવ છે. આથી તેઓને  આઇસોલેશન વોર્ડમાં રાખ્યા છે. કારણ કે લક્ષણ દેખાય નહિ પણ કોરોનાનો ચેપ અન્યને લાગી શકે છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મુંબઇના મેયર કિશોરી પેડણેકર તથા કલ્યાણ-ડોમ્બિવલીના મેયર વિનિતા રાણેના તેમણે વખાણ કર્યા હતા. આ બન્ને મેયર કોરોનાની લડાઇમાં યોદ્ધા બની એટલે કે નર્સ બનીને દરદીઓને સેવા આપવા મેદાનમાં ઉતર્યા હતા લોકોએ સામે ચઢીને પોતાના ટેસ્ટ કરાવી લેવા જરૃરી છે. જેથી કોરોનાને માત આપવું શક્ય બનશે.

આંતરરાજ્યમાં જવા માટે પડાપડી તથા ભીડ કરશો નહિ

આંતરરાજ્યમાં જવા માટે ફસાયેલા મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ ઉત્સુક છે તેઓ માટે મહત્વની સૂચના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપી હતી. કેન્દ્ર સરકારે મૂકેલી શરતો મુજબ આંતરરાજ્યની જનતાને તેમના રાજ્યમાં જવાની પરવાનગી અપાશે. આથી મહારાષ્ટ્રમાં ફસાયેલાને તેમના રાજ્યમાં ગામમાં મોકલવામાં  આવશે. કોને કેવી રીતે મોકલવા એ માટે રાજ્યો સાથે ચર્ચા ચાલી રહી છે. પરંતુ આંતરરાજ્યમાં જવાની સૂચના બાદ પડાપડી કે ભીડ કરશો નહિં. નહિં તો તમારા રાજ્યમાં જવાની પરવાનગી રદ્દ કરાશે. એવી ચીમકી ઉદ્ધવ ઠાકરેએ  આપી હતી. કારણ કે લોકોએ જતાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ નહિ કરવાની પણ તેમણે આપીલ કરી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VXWNp3
via Latest Gujarati News

Post a Comment

0 Comments