મહારાષ્ટ્રમાં ૧૪ જિલ્લા રેડ ઝોનમાં



(પ્રતિનિધિ દ્વારા)  મુંબઈ.તા.1, મે, 2020, શુક્રવાર

 લોકડાઉન ના આડે બે દિવસ બાકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાં,રેડ ઝોન, ઓરેંજ  ઝોન અને ગ્રીન ઝોન જાહેર કર્યા છે. જેમાકોરોનાડબલિંગ રેટ, પરીક્ષણની હદના કિસ્સાઓને આધારે ઓળખ કરી છે.  તેમાંથી મહારાષ્ટ્રમાં ૧૪ રેડ ઝોન, ૧૬ ઓરેંજ ઝોન અને ૬ ગ્રીન ઝોન છે.  નવા વર્ગીકરણમાં મુંબઇ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, પુણે, બેંગલુરુ અને અમદાવાદ જેવા મહાનગરોને રેડ ઝોન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યાં કોવિડ -૧૯ ના હજી સુધી કોઈ પુષ્ટિ થયેલ કેસ નથી અથવા જિલ્લામાં છેલ્લા ૨૧ દિવસથી કોઈ કેસ નોંધાયેલો નથીતેને ગ્રીન ઝોન કર્યા છે.તેજિલ્લાનો સંચારબંધી ખોલવાનો વિચાર કરાશે.

 મહારાષ્ટ્રમાં લાલ, ઓરેંજ, ગ્રીન ઝોનની સંપૂર્ણ સૂચિ

 * લાલ ઝોનઃ  મુંબઈ, પુણે, થાણે, નાસિક, પાલઘર, નાગપુર, સોલાપુર, યવતમાલ, ઔરંગાબાદ, સાતારા, ધુલે, અકોલા, જલગાંવ, મુંબઈ ઉપનગરીય.

* ઓરેંજ ઝોન ઃ રાયગઢ, અહમદનગર, અમરાવતી, બુલધના, નંદુરબાર, કોલ્હાપુર, હિંગોલી, રત્નાગીરી, જાલના, નાંદેડ, ચંદ્રપુર, પરભણી, સાંગલી, લાતુર, ભંડારા, બીડ.

 * ગ્રીન ઝોન ઃ  ઉસ્માનબાદ, વશીમ, સિંધુદુર્ગ, ગોંદીયા, ગડચિરોલી, વર્ધા.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fkNreG
via Latest Gujarati News

Post a Comment

0 Comments