
(પ્રતિનિધિ દ્વરા) મુંબઇ, તા.4 મે, 2020, સોમવાર
પુણેમાં અન્ય રાજ્યમાંથી આવેલા મજૂરોએ પોતાના ઘરે જવા નામ નોંધાવવા ગર્દી કરતા પોલીસને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મજૂરોને પોતાના રાજ્યમાં જવાની પરવાનગી મળતા દરેક જણ ઘરે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પુણેમાં વારજે ખાતે આજે મજૂરોના નામ નોંધવાની કામગિરી હાથધરવામાં આવી હતી. ત્યારે જ બ્રીજ પાસે ઉત્તરપ્રદેશના રહેવાસીઓ મોટી સંખ્યામાં જમા થઇ ગયા હતા. પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેમણે પોલીસની વાત કાને ધરી નહોતી જેને લીધે તંગદિલી ફેલાય હતી. છેવટે પોલીસને હળવો લાઠીમાર કરવો પડયો હોવાનું કહેવાય છે.
આ બનાવ બાદ મજૂરોને એક શેડમાં લઇ જઇ તેમના નામ નોંધવામાં આવ્યા હતા.
થોડા દિવસ અગાઉ ચંદ્રપુરમાં પણ અન્ય રાજ્યમાંથી આવેલા ૧૫૦૦ મજૂરોએ તેમના મૂળ ગામમાં જવા ટ્રેનની વ્યવસ્થા કરવાની માગણી સાથે આંદોલન કર્યું હતું. આ સિવાય ગત મહિને બાંદરામાં આવી જ ઘટના બની હતી. નવી મુંબઇના આરોપી વિનયદુબે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ મેસેજ કરતા અન્ય રાજ્યમાંથી આવેલા મજૂરો મોટી સંખ્યામાં બાદરા રેલવે સ્ટેશન બહાર જમા થઇ ગયા હતા. તેમણે ગામમાં જવા વિશેષ ટ્રેનની માગણી કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35HIYOR
via Latest Gujarati News
0 Comments