
મુંબઇ, તા.4 મે, 2020, સોમવાર
બાંદ્રા- કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ભારત ડાયમંડ બાઉર્સથી હોન્ગકોંગ નિકાસ થનારા સાડા પાંચ હજાર કરોડના લુઝ ડાયમંડ લોકડાઉનને કારણે મુંબઇ ખાતે અટવાઇ પડયા છે. હીરા ઉદ્યાગના પદાધિકારીએ કહ્યું છે કે આ કન્સાઇન્મેન્ટ તત્કાળ ક્લીયર થાય એ માટે રાજ્ય સરકારે અઠવાડિયામ છ દિવસ અમુક સમય માટે કામ કરવાની પરવાનગી આપવી જોઇએ. જો કે એમની નિરાશા વચ્ચે રાજ્ય સરકાર પાસેથી કોઇ ઉત્તર નથી મળ્યો.
ભારતમાં હીરા ઉદ્યોગની વાષક ઉથલપાથલનો આંકડો ૧.૭ લાખ કરોડ છે જેમાંની ૭૦ ટકા ઉથલપાથલ બીકેસીની હીરાબજાર કરે છે. વીસ એકરમાં સ્થપાયેલા આ ડાયમંડ પાર્કમાં ૫૦ હજાર વ્યક્તિઓને રોજગારી આપે છે.
આ ડાયમંડ પાર્કમાં લોકડાઉનને કારણે અનેક એકમો પંદર ટકાની ક્ષમતાએ કામ કરે છે. હાલમાં માત્ર જીવનાવશ્યક ચીજવસ્તુઓ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને કામ કરવાની પરવાનગી છે અને આ ઉદ્યોગ મેન્યુફેક્ચરિંગની વ્યાખ્યામાં નથી આવતું. જેને કારણે આ ઉદ્યોગ ધીમેધીમે મંદીના કળણમાં ફસાતો જાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KWsqJ8
via Latest Gujarati News
0 Comments