મુંબઇ- પુણેમાં બિનજરૃરી ચીજોની દુકાનો ખોલવાની છૂટથી નાગરિકોને રાહત



મુંબઇ, તા.4 મે, 2020, સોમવાર

મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યા મુજબ આજથી મુંબઇ અને પુણેમાં શરાબની દુકાનો, ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, મોબાઇલ ફોન સ્ટોર્સ તથા સ્ટેશનરીની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. આથી લોકોને રાહત અનુભવી છે.

પરંતુ સરકારે આ બંને શહેરોના કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોના કોઇ પણ રોડ. ગલી કે શેરીમાં બિનજરૃરી ચીજવસ્તુઓની તથા એકલીઅટુલી (સ્ટેન્ડઅલોન) કુલ પાંચ જ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે.

સરકારે ગઇકાલે જારી કરેલા એક આદેશમ  જણાવાયું હતું કે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના શહેરી વિસ્તારોમાં જરૃરી કે બિનજરૃરીના ભેદ વગર તમામ સ્ટેન્ડઅલોન ડંક્ટનો, વસાહતો (કોલોનીઓ)માંની દુકાનો તથા રહેઠાણ (રેસિડેન્શિયલ) સંકુલોમાંની દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે છે.

દરમિયાન, સરકારે જારી કરેલી માર્ગદશકા મુજબ રાજ્યના આબકારી ખાતાએ મુંબઇ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર) તથા પુણે, પિંપરી અને ચિંચવડ, તથા માલેગાંવ પાલિકા વિસ્તારોમાં સવારના દસ વાગ્યાથી  સાંજના છ વાગ્યા દરમિયાન શરાબની રીટેલ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપતું જાહેરનામું જારી કર્યું હતું. જો કે, શરાબનું જથ્થાબંધ વેચાણ કરતી દુકાનો સાંજના પાંચ વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે.

શરાબની દુકાનોમાં શરાબ પીવા પર પ્રતિબંધ મૂકવા સાથે જાહેરનામામાં વધુમાં જણાવાયું હતું કે એકી સમયે પાંચથી વધુ ગ્રાહકો દુકાન બહારની કતારમાં હોવા જોઇએ નહીં. તદુપરાંત, દર બે કલાકે શરાબની દુકાન તથા આસપાસના વિસ્તારને સેનિટાઇઝ (જંતુમુક્ત) કરવાનો રહેશે. જોકે ગઇ કાલે બાદમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી)એ જાહેર  કર્યું હતું કે કોરોનાના મહત્તમ કેસ નોંધાયા હોય તેવા ૬૯ માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનને આજે મધ્યરાત્રીથી ૧૭મી મે સુધી પૂર્ણપણે સીલ કરવામાં આવશે. આવા ઝોનની બહારના વિસ્તારોમાં સરકારે રવિવારે જારી કરેલા સુધારીત આદેશો લાગુ પડશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35xL4AL
via Latest Gujarati News

Post a Comment

0 Comments