
મુંબઈ,તા. 5 મે 2020, મંગળવાર
કોરોના સંક્રમણને કારણે લંબાયેલી નીટ અને જેઈઈ પરીક્ષાની નવી તારીખો કેન્દ્ર સરકારે જાહેર કરી છે. મેડિકલ અભ્યાસક્રમના એડમિશન માટે લેવાતી નીટની પરીક્ષા ૨૬મી જુલાઈ એ તો જેઈઈ મેઈનની પરીક્ષા ૧૮ થી ૨૦ જુલાઈ દરમ્યાન થશે. જ્યારે જેઈઈ એડવાન્સ પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવાનો નિર્ણય કરાયો છે.
સીબીએસઈની પ્રલંબિત પરીક્ષાઓ બાબતનો નિર્ણય પણ વહેલી તકે લેવાશે એવી માહિતી કેન્દ્રીય મનુષ્યબળ વિકાસમંત્રી રમેશ પોખરિયાલે આપી છે. નીટ, જેઈઈ સાથે જ યુપીએસસીની પ્રીલિયમ પરીક્ષાની તારીખ પણ પાછળ ધકેલાઈ છે. મેડિકલ અભ્યાસક્રમના એડમિશન માટે લેવાતી નીટ અને એન્જિનીયરીંગ અભ્યાસક્રમના એડમિશન માટે લેવાતી જેઈઈ પરીક્ષામાં દરવર્ષે દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L07bX0
via Latest Gujarati News
0 Comments