
- ગત 24 કલાકમાં કોરોનાના નવા 841 દરદી સપાટામાં આવતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 15525 થઇ
- ૩૪ દરદીઓ મૃત્યુ પામતાં મરણાંક ૬૧૭ પહોંચ્યોઃ મુંબઇમાં કોરોનાનો આતંકમાં દરદીની સંખ્યા વધીને ૯૯૪૫ થઇ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 5 મે 2020, મંગળવાર
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળાનો પ્રકોપ વધી રહ્યો છે. દિન પ્રતિદિન દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં મહારાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. લોકોમાં ચિંતા થઇ રહી છે કે ક્યારે રોગચાળો ટળશે. વધી રહેલા રોગચાળાને લીધે ૧૮મે બાદ પણ લોકડાઉનની મુદત મે મહિના અંત સુધી મહારાષ્ટ્રમાં એમાં ખાસ મુંબઇમાં લંબાશે એવો ભય લોકોને સતાવી રહ્યો છે. આજે કોરોનાના નવા ૮૪૧ દરદી નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને સાડા પંદર હજારનો આંક વટાવી દીધો છે. એટલે કે સંખ્યા ૧૫,૫૨૫ થઇ છે.
જ્યારે મુંબઇમાં કોરોનાનું રૌદ્રસ્વરૂપ વધી રહ્યું છે. આથી મુંબઇમાં કોરોનાના દરદીની સંખ્યા દસ હજારની નજીક થયો છે. એટલે કે સંખ્યા ૯૯૪૫ થઇ છે.
કોરોનાનો પગપેસારો દિનપ્રતિદિન મજબૂત થતો હોવાથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં દરદીઓ ટપોટપ જીવ ગુમાવી રહ્યા છે. આજે ૩૪ દરદીઓ કોરોનાના શિકાર બન્યા છે. આથી મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોનો મરણાંક ૬૧૭ થયો છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
રાજ્યમાં આજે ૩૫૪ દરદીઓ સાજા થવાથી તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામા આવ્યા છે. આથી અત્યાર સુધી ૨૮૧૯ દરદીઓ સાજા થતાં ઘરે જવા દેવાયા છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું. આજે રાજ્યમાં મૃત્યુ પામેલા ૩૪ પૈકી મુંબઇમાં ૨૬, પુણેમાં ૬, ઔરંગાબાદમાં ૧, કોલ્હાપુરમાં ૧ દરદીનો સમાવેશ થાય છે. આ મૃતકોમાં પુરુષ ૨૪ અને મહિલા ૧૦નો સમાવેશ થાય છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં મુંબઇમ ૯૯૪૫, પુણેમાં ૧૯૩૯, થાણેમાં ૫૬૮, નવી મુંબઇમાં ૪૧૫, કલ્યાણ- ડોમ્બિવલીમાં ૨૨૭, મીરા-ભાઇંદરમાં ૧૮૨, પાલઘરમાં ૩૧, વસઇ-વિરારમાં ૧૬૧, રાયગઢમાં ૫૬, પનવેલમાં ૧૦૭, નાશિકમાં ૪૮, માલેગાંવમાં ૩૬૧, અહમદનગરમાં ૪૪, ધૂળેમાં ૩૨, જળગાંવમાં ૫૯, પિંપરી- ચિંચવડમાં ૧૨૩, સોલાપુરમાં ૧૨૭, સાતારામાં ૭૯, કોલ્હાપુરમાં ૧૫, સાંગલીમાં ૩૨, રત્નાગિરીમાં ૧૦, ઔરંગાબાદમાં ૩૪૦, હિંગોલીમાં ૫૫, લાતુરમાં ૫૪, અકોલોમાં ૬૩, અમરાવતીમાં ૫૯, યવતમાળમાં ૯૨, બુલઢાણામાં ૨૪, નાગપુરમાં ૧૮૭ તથા અન્ય રાજ્યના ૩૦ દરદીનો સમાવેશ થાય છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
જોકે મુંબઇમાં કોરોનાનું રૌદ્રસ્વરૂપ વધી રહ્યું છે. દિનપ્રતિદિન દરદીઓની સંખ્યા વધી રહી છે. જેમાં ખાસ ધારાવી, મુલુંડ, ચેમ્બુર, કુર્લા, વિક્રોલીની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોરોના કહેર છે. મુંબઇ મહાનગર પાલિકા દ્વારા કોરોનાને નાથવા હાથ ધરેલી તમામ યંત્રણા નિષ્ફળ થતી જાય એવું દેખાઇ રહ્યું છે. આજે મુંબઇમાં કોરોનાના નવા ૬૩૫ દરદી નોંધાતા આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૯૭૫૮ થઇ છે. એટલે કે દસહજારની નજીક થઇ છે.
જ્યારે એક જ દિવસમાં ૨૬ દરદી કોરોનામાં જીવ ગુમાવ્યા છે. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોનો મરણાંક વધીને ૩૮૭ થયો છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહે જણાવ્યું હતું.
આજે ૨૨૦ દરદી સાજા થયા છે. આથી અત્યાર સુધી ૨૧૨૮ દરદી સાજા થતા તેઓને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ અપાયો હોવાનું ડો. દક્ષા શાહે ઉમેર્યું હતું. આજે શહેરમાં નવા ૪૦૬ કોરોનાના શંકાસ્પદ દરદી નોંધાયા હતા. આથી અત્યાર સુધી ૧૨૩૦૬ શંકાસ્પદ દરદીને સારવાર અપાઇ રહી છે. આજે મૃત્યુ પામેલા ૨૬ પૈકી ૧૬ પુરુષ અને ૧૦ મહિલાનો સમાવેશ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SETVv4
via Latest Gujarati News
0 Comments