ટૂંકા સમાચાર : ગુગલ પેના સલાહકાર તરીકે શિખા શર્મા

૩૦% ફલાઇટ માટે તૈયારી

૩જી મે પછી લૉકડાઉન ખુલશે ત્યારે ૩૦ ટકા જેટલી ફલાઇટ શરૂ થાય એવી ધારણાના પગલે એરપોર્ટ તૈયાર કરાઇ રહ્યા છે. ૨૩ માર્ચથી કેટલાક એરપોર્ટ બંધ કરાયા હતા. લોકડાઉન ખુલશે એટલે સરકારની ગાઇડલાઇન્સ અનુસાર એરપોર્ટને પણ ફરી સુસજ્જ કરાશે. લોકડાઉન પહેલાં ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફલાઇટ મળીને રોજ કુલ ૭,૮૦૦ ફલાઇટ હતી. હવે લોકડાઉન પછી ફલાઇટની સંખ્યા ઘટીને ૩૦ ટકા પર આવી જશે.

ગુગલ પેના સલાહકાર તરીકે શિખા શર્મા

બહુ વપરાતી ડિજીટલ પમેન્ટ એપ્લીકેશન ગુગલ પે ઇન્ડિયાના સલાહકાર તરીકે એક્સિસ બેંકના ભૂતપૂર્વ સીઇઓ શિખા શર્માને નિમવામાં આવ્યા છે. ભારતમાં યુપીઆઇ પેમેન્ટ ક્ષેત્રે ગુગલ પેનો વધુ ઉપયોગ થાય છે. લોકડાઉન દરમ્યાન ગુગલે બેંગલુર ખાતે જીવનજરૂરી ચીજો માટે નિયર બાય સ્પોટ જેવી સિસ્ટમ ઉભી કરી હતી. બેંકોમાં ટેકનોલોજીના ઉપયોગ બાબતે શ્રીમતી શિખા શર્માએ અનેક સફળ પ્રયાસો કર્યા હતા.

ઍપલ-એડોબ ઉત્તર ભારત તરફ

કોરોના વાઇરસથી ઉભી થયેલી સ્થિતિ બાદ ઘણી કંપનીઓનો ચીન-મોહ ઉતરી ગયો છે. એક અહેવાલ અનુસાર ૧૦૦ થ વધુ કંપનીઓ ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારોમાં રોકાણ કરવા ઇચ્છે છે જેમાં બહુ પ્રસિધ્ધ એવી ઍપલ અને એડોબનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશની સરકારે એમએલએમઇ કંપનીઓને ઉત્પાદન કરવાની છૂટ આપી છે. યોગી સરકારે કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા લીધેલા પગલાંથી અમેરિકાની કંપનીઓ પ્રભાવિત થઇ હોવાના અહેવાલો પણ જોવા મળે છે.

પેટીએમ : ઓલઇનવન ડિવાઇસ

પેટીએમે ઓલઇનવન એન્ડ્રોઇડ પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) ડિવાઇસ સિસ્ટમ ઉભી કરી છે. તમામ યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) એપ્લીકેશન, ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ તેમજ કેશ ટ્રાન્સફરમાં ઉપયોગી બનશે. જેમાં 'પેટીએમ ફોર બિઝનેસ' પણ સમાવાશે જેથી જીએસટી (ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ) સેટલમેન્ટ પણ કરી શકાશે. આ એન્ડ્રોઇડ બેઝ ડિવાઇસનું ફૂલ સાઇઝ ડિસ્પ્લે તેમજ કલાઉડ બેઝ સોફટવેર બિલીંગ, પેમેન્ટસ અને કસ્ટમર મેનેજમેન્ટમાં ઉપયોગી બનશે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yYnb94
via Latest Gujarati News

Post a Comment

0 Comments