ફરી એકવાર ગોલ્ડ લોનની બોલબાલામાં વધારો


- આગામી સમયમાં  તરલતાના મોરચે પડકારો પ્રબળ બનશે અને ધિરાણ  વધારે સંકોચાશે ત્યારે ગોલ્ડ લોનની બોલબાલા વધશે

મુંબઈ, તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર

સોનાના ઊંચા ભાવ તેમજ લોકડાઉનના કારણે નાણાંકીય ધિરાણ સાથે સંકળાયેલ શાહુકારના કામકાજ ઠપ થઈ જવાના કારણે ફરી એકવાર ગોલ્ડ લોનની બોલબાલા વધી હોવાનું જાણવા મળે છે.

નાણાં ધીરધાર કરનાર વર્તુળોના જણાવ્યા મુજબ દેશભરમાં લોકડાઉનના અમલ વચ્ચે ફાઇનાન્સના મોરચે સ્થિતિમાં આવેલ મોટા બદલાવના કારણે ફરી એકવાર રિટેલ લોન પ્રોડક્ટ્સની તુલનાએ સોનાનાં ઘરેણાંના જામીનવાળી ગોલ્ડ લોનનું પ્રમાણ વધ્યું છે. સોનાના વધેલા ભાવના કારણે ણ લેનારાઓને વધારે પ્રમાણમાં લોનની રકમ મળે છે. તેથી લોકો અન્ય લોનની તુલનાએ ગોલ્ડ લોનને પ્રાધાન્ય આપે છે.પ્રતિકૂળ સંજોગો દરમિયાન લેણદારો અને જરૂરિયાતમદો આ બંને માટે ગોલ્ડ લોન હોટ ફેવરિટ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ છે. લેણદારો માટે આ આવક અને નફો વધારતી સલામત એસેટ છે અને આવક ઘટતાં ણધારકની રિસ્ક પ્રોફાઇલ બગડે તો પણ તેને વાંધો આવતો નથી. ણધારક માટે તેની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે સલામતમાં સલામત વિકલ્પ છે. આ થીયરીને જોતા લોકડાઉન પછી પણ ગોલ્ડ લોનની માંગમાં વધારો થાય તેવી સંભાવના છે.

ભારતીય પરિવારો પાસે ૨૨,૦૦૦થી ૨૫,૦૦૦ ટન સોનાની એસેટ્સ હોવાનો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ છે. ગ્રામીણ ભારત પાસે લગભગ ૬૫ ટકા જેટલો ગોલ્ડ સ્ટોક છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ટૂંકા ગાળાની જરૂરિયાતો પૂરી કરવા માટે  મુખ્યત્વે છ મહિનાની ગોલ્ડ લોનને પ્રાધાન્ય આપતા હોય છે.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ નોન-ફૂડ બેન્ક લોન ગત ૧૦મી એપ્રિલે પૂરા થયેલા પખવાડિયા દરમિયાન રૂ. ૩૩,૮૭૨ કરોડ સંકોચાઈ રૂ. ૧૦.૨૯ લાખ કરોડ થઈ છે. આગામી સમયમાં  તરલતાના મોરચે પડકારો પ્રબળ બનશે અને ધિરાણ  વધુ સંકોચાશે ત્યારે ગોલ્ડ લોનની બોલબાલા વધશે તેમ આ વર્તુળોએ જણાવ્યું હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z1OX4M
via Latest Gujarati News

Post a Comment

0 Comments