કોરોનાની અસરમાંથી અર્થતંત્રને ઉગારવા ફેડરલે વ્યાજ દર શૂન્ય નજીક જાળવી રાખ્યા


વોશિંગ્ટન, તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર

બે દિવસની બેઠકના અંતે અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર શૂન્ય નજીક જાળવી રાખીને દેશના અર્થતંત્રને ઉગારવા પોતાનાથી બનતા દરેક પ્રયાસો કરવાનો પુનરુચ્ચાર કર્યો હતો. કોરોનાવાઈરસની અસરને કારણે દેશના અર્થતંત્ર પર ટૂંકા ગાળે જ નહીં પરંતુ મઘ્યમ ગાળે પણ ગંભીર અસર પડવાની વકી છે.

હાલના પડકારના સમયે અમેરિકાના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા પોતાની પાસેના દરેક સાધનોને ફેડરલ રિઝર્વ કામે લગાડશે અને આમ કરીને રોજગાર તથા ભાવમાં સ્થિરતા પૂરી પાડવાના પોતાના ધ્યેયને તે આગળ વધારશે, વિડીયોકોન્ફરન્સિંગ દ્વારા ચાલેલી બે દિવસની બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં ફેડરલે જણાવ્યું હતું.

થોડાઘણા સપ્તાહની અંદર અમેરિકામાં બેરોજગારીના આંકમાં જોરદાર વધારો થયો અને ૨.૬૦ કરોડ લોકોએ બેરોજગારીના ભથ્થા માટે અરજી કરી છે. ગ્રેટ રિસેસન બાદ અમેરિકામાં પહેલી વખત આથક પ્રવૃત્તિમાં આટલો મોટો ઘટાડો જોવાયો છે. 

કોરોનાવાઈરસના ફેલાવાને અટકાવવા દેશભરમાં ઉદ્યોગો તથા વેપાર કામકાજ બંધ કરી દેવાની ફરજ પડી છે. નબળી માગ અને ક્ડ તેલના નીચા ભાવને કારણે રિટેલ ફુગાવો ઘણો જ નીચે ગયો છે અને અમેરિકા તથા વિદેશોમાં આથક પ્રવૃત્તિઓમાં પડેલી ખલેલને કારણે નાણાંકીય સ્થિતિઓ પર અસર પડી છે અને તેને કારણે અમેરિકાના પરિવારો અને વેપારઉદ્યોગને ક્રેડિટ ફલોસમાં રુકાવટ આવી છે, એમ અમેરિકામાં વ્યાજ દર નિશ્ચિત કરતી ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ તેના નિવેદનમાં જણાવ્યું છે. 

જાહેર તંદૂરસ્તી સંબંધિત કટોકટી આથક પ્રવૃત્તિ, રોજગાર તથા ટૂંકા ગાળે ફુગાવા પર જોરદાર અસર કરશે જે મધ્યમ ગાળે ઈકોનોમિક આઉટલુક સામે નોંધપાત્ર જોખમ ઊભા કરી શકે છે. આ હકીકતોને ધ્યાનમાં રાખી પોતાની નાણાં નીતિ આવનારા કેટલાક વર્ષો સુધી એકોમોડેટિવ રહેશે તેવા પણ ફેડરલ દ્વારા નિવેદનમાં સંકેત અપાયા છે. 

અમેરિકન અર્થતંત્ર વર્તમાન કટોકટીમાંથી બહાર આવી ગયાનું જ્યાંસુધી સ્થાપિત નહીં થાય ત્યાંસુધી વ્યાજ દર શૂન્યથી ૦.૨૫ ટકાની રેન્જમાં જાળવી રાખવાનું પણ ફેડરલે નોંધ્યું છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VQx4yA
via Latest Gujarati News

Post a Comment

0 Comments