રિલાયન્સના કર્મચારીઓના વેતનમાં 10 ટકા કાપ મૂકાયો


(વાણિજ્ય પ્રતિનિધિ)          મુંબઈ તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે દેશમાં કોરોના મહામારીના કારણે આવકમાં ઘટાડાને કારણે કંપનીના રૂ.૧૫ લાખથી વધુ વેતન ધરાવતાં કર્મચારીઓના વેતનમાં ૧૦ ટકાનો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ સાથે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ તેમનું સંપૂર્ણ વળતર જતું કરવાનું નક્કી કર્યું છે. 

કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સ, એક્ઝિક્યુટીવ ડિરેકટરો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિતના વળતરમાં ૩૦ થી ૫૦ ટકાનો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.

 રિલાયન્સ હાઈડ્રોકાર્બન બિઝનેસના કર્મચારીઓ જેમનું વેતન રૂ.૧૫ લાખથી વધુ છે, એમના વેતનમાં ફિક્સ્ડ ૧૦ ટકા કાપ મૂકાશે, જ્યારે રૂ.૧૫ લાખથી ઓછું વેતન ધરાવનારા કર્મચારીઓના વેતનમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. આ સાથે કંપનીએ પરફોર્મન્સ બેઝડ લાભ અને બોનસો આપવાનું મોકૂફ રાખ્યું છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d4Sn5c
via Latest Gujarati News

Post a Comment

0 Comments