માતા-પિતા હોસ્પિટલમાં : ૯ મહિનાના મૃત બાળકના અંતિમ સંસ્કાર પાલિકાએ કર્યા





મુંબઇ તા.30 એપ્રિલ, 2020, ગુરુવાર

કોરોના મહામારી વચ્ચે એક કરૃણ ઘટના સામે આવી  છે. માતા-પિતા બંને હોસ્પિટલમાં હોવાથી મૃત્યુ પામેલા પોતાના નવ મહિનાનાબાળકના  અંતિમસંસ્કાર કરી નહોતા શક્યા. આથી પાલિકાએ અંતિમવિધિની ફરજ અદા કરી હતી.

એવું જાણવા મળ્યું હતું કે આર.પી.એફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) માં ફરજ બજાવતા જવાન, તેની પત્ની અને બાળકને કોરોનાના લક્ષણ જણાતા જગજીવનરાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેયનો ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ બાળકને ખૂબ જ ઝાડા થઇ ગયા હતા અને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ બાંદરા રેલવે કોલોનીમાં રહેતા જવાન તાવ અને ઊધરસને લીધે ગઇ  ૨૫મીએ જગજીવનરામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પત્ની અને  નવ મહિનાના બાળકને પણ એડમિટ કરવામાં આવ્યા હતા. ત્રણેયનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટનો રિપોર્ટ આવે એ પહેલાં જ બાળકને ઝાડા  થવા માંડાયા હતા અને તેનું મૃત્યુ થયું હતું આ ત્રણેયના કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા પરંતુ માતા-પિતા હોસ્પિટલમાં હોવાથી બાળકના અંતિમ સંસ્કારની જવાબદારી પાલિકા અને આરપીએફ તરફથી પાર પાડવામાં આવી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35m3iVE
via Latest Gujarati News

Post a Comment

0 Comments