ચેપી રોગની સારવારની દવાના ભાવમાં મોટો વધારો નથી થયો



નવી દિલ્હી / મુંબઈ, તા. 30 એપ્રિલ, 2020, ગુરુવાર

ઈન્ફલુએન્ઝા  અને તેના  જેવી ચેપી  બીમારીની  સારવાર  માટેની  દવાના  ભાવમાં જાન્યુઆરીથી  માર્ચના  ત્રણ મહિનામાં  કોઈ મોટો વધારો થયો નહોતો.   ભાવ સ્થિર રહ્યા હતા.  આવી  દવામાં  શ્વાસોચ્છવાસની  અને દુઃખાવો  મટાડવો વગેરેનો  સમાવેશ  થાય છે. વળી,  આ ત્રણ  મહિના દરમિયાન  મુંબઈમાં ફ્લુ  જેવી  બીમારી પણ  ફેલાઈ નથી.

(ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ફોર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (એ.આઈ.ઓ.સી.ડી.) ની  માહિતી દ્વારા  જાણવા મળે  છે કે  કોરોનાની મહામારીને  કારણે  આખા  દેશમાં જાહેર ફ્લુ ઉપરાંત  મોટાભાગની  દવાઓના  વેચાણમાં  નોંધપાત્ર  ઘટાડો  નોંધાયો છે. 

ફાર્મા  કંપનીઓના  આધારભૂત  સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે એપ્રિલના  વેચાણના આંકડા દ્વારા જાણવા  મળે  છે કે દર મહિને દવાઓના વેચાણમાં  ૩૦-૪૦ ટકાનો ઘટાડો  નોંધાયો હતો.  ખાસ કરીને લોકડાઉનના શરૃઆતના  દિવસોમાં  આ  બધી દવાના  વેચાણમાં  થોેડોેક ઘટાડો  થયો હતો  કારણ કે આખો  દેશ  ઘરમાં પૂરાઈ  રહ્યો  છે. લોકોએ  તેમના આરોગ્યની  પૂરતી કાળજી  લીધી હોવાથી  તેમની તંદુરસ્તી  પણ સારી રહે  છે. એમ કહો કે વધી  છે.

વળી લોકડાઉનને  કારણે  લોકોનો  એકબીજા  સાથેનો સંસર્ગ  પણ સાવ ઓછો થઈ  ગયો.  એકબીજાથી  ચોક્કસ  અંતર જાળવવાની  શિસ્તનું  પાલન થયું.  પરિણામે  ચેપી  રોગનો ફેલાવો  પણ અટક્યો.જો કે  આંકડાકીય  માહિતી  એમ પણ દર્શાવે  છે કે ઈન્ફ્લુએન્ઝા  જેવી બીમારીના  કેસમાં પણ કોઈ  મોટો  કે ચિંતાજનક  વધારો નથી થયો.

એ.આઈ.ઓ.સી.ડી. ના  સૂત્રોએ  એવી માહિતી પણ આપી  હતી  કે ચેપી રોગની  સારવારની  દવાના વેચાણમાં ફેબુ્રઆરીમાં ૪.૨૪ ટકાજેટલો  વધારો નોંધાયો  હતો. જો કે આ જ દવાના  વેચાણમાં  માર્ચમાં ૪.૩ ટકાનો  અને એપ્રિલના છેલ્લા  સપ્તાહમાં ૩૪ ટકા જેટલો મોટો ઘટાડો  થયો  હતો.  આ જ રીતે  તાવ જેવી માંદગીમાં  ઉપયોગમાં  લેવાતદી દવા (પેઈનકીલર)ના વેચાણમાં ફેબુ્રઆરીમાં ૧.૬ ટકા જેટલો  વધારો થયો હતો, પણ  માર્ચમાં  ઘટાડો  થયો હતો. સાથોસાથ એપ્રિલમાં  તો આ દવાની  વેચાણમાં  ૨૭ ટકા  જેટલો  મોટો ઘટાડો  થયો  હતો.  આમ  તો શ્વાસોચ્છવાસની  તકલીફમાં  રાહત આપતી  દવાના વેચાણમાં  માર્ચમાં વધારે થયો  હતો,  જે સૌથી વધુ હતો.  જો કે આ જ  દવાના વેચાણમાં  એપ્રિલના  પહેલા ત્રણ સપ્તાહમાં  ૨૦ ટકાનો  ઘટાડો  નોંધાયો હતો.

નીતિ  આયોગના  સભ્ય ડો. વી.કે. પૌલે જણાવ્યું હતું કે ચેપી રોગની અને  શ્વાસોચ્છવાસની  દવાના વેચાણમાં  બહુ  મોટો ઉછાળો  નથી  થયો  તેનો અર્થ એવો પણ થાય કે ભારતમાં  કોરોનાની  મહામારી  ઘણા અંશે કાબૂમાં  છે.  કોરોનાના  કોઈ ગંભીર  કેસ નથી.

દવા ઉત્પાદન  કંપનીના  એક ઉચ્ચ  અધિકારીએ  એમ પણ  કહ્યું હતું  કે ભારતમાં  ચેપી રોગ અને ફ્લુ  જેવી  બીમારી ખરેખર મોટાપાયે ફેલાઈ  હોત  તો આ બધી  દવાના વેચાણમાં  પણ મોટો વધારો થયો હોત.  શરૃઆતના  તબક્કે તો લોકોના  મનમાં  કોરોનાનો  જબરો  ફફડાટ હોવાથી  તેઓએ આ બધી  દવાઓ વધારે ખરીદી હતી પરંતુ એપ્રિલમાં  આ જ  દવાનું વેચાણ ઘણું  ઘટી  ગયું. આમ છતાં  આગામી થોડા અઠવાડિયામાં  આ બધી દવાનું વેચાણ વધી શકે છે. 

આમ પણ  ફેબુ્રઆરીના શરૃઆતના તબક્કે  હોસ્પિટલોના ઓપીડી, સલાહકાર ડોક્ટરોનાં  દવાખાનાં  અને દવાની અમુક  દુકાનો  વગેરે પણ  બંધ હતાં. પરિણામે  આ બધી દવાનું વેચાણ ઓછું થયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W7OOnW
via Latest Gujarati News

Post a Comment

0 Comments