
મુંબઈ, તા.30, એપ્રિલ, 2020, ગુરુવાર
કોરોનાની મહામારીની સારવાર માટે 'ફેવીપાઈરાવીર' નામની દવાનું ક્લિનિકલ ટ્રાયલ માટે ગ્લેનમાર્ક ફાર્મા કંપનીને મંજુરી આપી છે. આ કંપનીને મંજુરી મળી તેના પગલે હવે મુંબઈની બી.ડી.આર. ફાર્મા અને એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ મેન્યુફેક્ચરર લાસા સુપર જેનરીક્સ વગેરે દવા કંપનીઓ પણ કોરોનાની સારવાર માટેની દવાનું ઉત્પાદન શરૃ કરવા તૈયારી કરી રહી છે.
કોરોનાની ચેપી બીમારીની સારવાર માટે 'ફેવીપાઈરાવીર' નામની દવાને જાપાનમાં માન્યતા મળી છે હવે આ જ દવાની માગ ભારતમાં વધી રહી છે. સાથોસાથ અન્ય દેશોમાં પણ તેની માગ વધી છે. આમ તો હાલ ભારત સહિત દુનિયાભરમાં કોરોનાની સારવાર માટે હાઈડ્રોક્સી ક્લોરોક્વિન, ફાવીપાઈરાવીર અને લોપીનાવીર વગેરે દવાનો બહોળો ઉપયોગ થાય છે. આ બધી દવા ખરેખર તો મેલેરિયાની સારવાર માટેની છે. છતાં નિષ્ણાત ડોક્ટરો કોરોનાની સારવારમાં પણતેનો ઉપયોગ કરે છે.
બીજી બાજુ કોરોનાની સારવાર માટે રેમ્ડેસાઈવીરના ઉપયોગ સામે અમુક ડોક્ટરોએ શંકા- કુશંકા પણ વ્યક્ત કરી છે. કારણ કે આ દવાથી દરદીને રાહત રહી હોય તેવાં કોઈ ચિહ્નો જોવા મળ્યાં નથી.
ગ્લેનમાર્ક કંપનીને ગયા મે મહિનામાં કોરોનાની સારવાર માટે દવાનું ઉત્પાદન કરવા ભારત સરકારના ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલે મંજુરી આપી હતી. મંજુરી મેળવનારી ગ્લેનમાર્ક પહેલી કંપની છે. હવે ગ્લેનમાર્કની દવાનું પરીક્ષણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં શરૃ થશે. આ ત્રણેય રાજ્યોમાં કોરોનાનાં સૌથી વધુ દરદીઓ છે. હોટસ્પોટ છે. આ દવા કોરોનાના દરદીને ૧૪ દિવસ સુધી આપવાની હોય છે.
બીજી બાજુ મુંબઈની બીડીઆર ફાર્મા કંપનીએ પણ એપીઆઈૈા વિકસાવી છે. ઉપરાંત ફાવીપાઈરાવીર તથા રેમ્ડેસાઈવીર નામની અન્ય બે દવાની ફોર્મ્યુલા પણ બનાવી છે. આ કંપનીના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે સામે આ દવા બનાવવાની કામગીરી શરૃઆતના તબક્કે જ શરૃ કરી હતી. હવે અમે તેનું ઉત્પાદન કરવાની મંજુરી માટે સરકારને અરજી કરીશું. આમ તો રેમ્ડેસાઈવીરના ઉપયોગ વિશે બહુ હકારાત્મક પરિણામો નથી જોવા મળ્યાં. આમ છતાં આમે અમારા પ્રયાસો કરીશું.
લાસા સુપરજેનરીકનાં સૂત્રોએ એમ કહ્યું હતું કે ફાવીપાઈરાવીર માટેનાં જરૃરી દ્રવ્યો નક્કી કરાયાં છે. હાલ આ તમામ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ દવાનું વેપારી ઉત્પાદન લગભગ મે ના અંતમાં શરૃ થવાની શક્યતા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VTE1Pv
via Latest Gujarati News
0 Comments