આ વર્ષે પણ મુંબઈમાં વિધ્નહર્તાનું આગમન થશે: પરંતુ તહેવાર સાવ સાદાઈથી ઉજવાશે



મુંબઈ,તા.4 મે, 2020, સોમવાર

 કોરોનાને કારણે ગણેશોત્સવની ઉજવણી પર અનિશ્ચિતતાનું વાતવરણ છવાયું છે, ત્યારે આ ઉત્સવ થશે જ, એ બાબતે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ મક્કમતા દાખવી છે. પરંતુ વર્ષો પહેલાં પ્લેગમાં જે રીતે લોકોએ ગણેશોત્સવ ઉજવ્યો હતો એ જ રીતે આ વર્ષે પણ મુંબઈગરાંએ ખાસ કરી સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ ગણેશોત્સવ સાદાઈભેર ઉજવવાની માનસિક તૈયારી રાખવી, એવું આવાહન બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ નરેશ દહિબાવકરે કર્યું છે. જેને અનેક મોટા ગણેશોત્સવ મંડળોએ સહમતિ દાખવી છે.

મુંબઈની પરિસ્થિતિ દિવસોદિવસ વસમી બની રહી છે. તેનો સમાવેશ રેડ ઝોનમાં કરાયો છે. આથી મુંબઈની સંચારબંધી ક્યારે હળવી થશે, એ બાબતે ગણેશોત્સવ મંડળોમાં ચર્ચા ચાલી રહી છે. મુંબઈના ગણેશોત્સવની ચર્ચા વિશ્વભરમાં થાય છે. પ્લેગને અપવાદમાં મૂકતાં ગણેશોત્સવ વખતે અનેક નૈસગક આપત્તિઓ આવી છે, ત્યારે પણ મુંબઈનો ગણેશોત્સવ હંમેશની જેમ દબદબાભેર ઉજવાયો છે. પરંતુ આ વર્ષે કોરોનાએ વિશ્વભરમાં ફેલાવેલ આતંક જોતાં મુંબઈના સાર્વજનિક ગણેશોત્સવ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. અનેક નામાંકિત મંડળોએ વેટ એન્ડ વોચની ભૂમિકા લીધી હોવા છતાં અનેક નાના મંડળો તેમજ અતિઉત્સાહીઓ દ્વારા મૂત વિશે પૂછપરછ થતી હોવાનું મૂતકારો દ્વારા જાણવા મળ્યું છે. પરંતુ શહેરમાં લોકડાઉન અને સંચારબંધીને કારણે અત્યારે ઘણા મૂતકારોની કાર્યશાળા બંધ હોવાનું ચિત્ર છે.

ગણેશોત્સવના આયોજન બાબતે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ પાસે વારંવાર પૂછપરછ થતી હોવાથી સમિતિ સ્તરે મોટા પાયે ચર્ચા ચાલું છે. આ ચર્ચાના અંતમાં, મુંબઈ પર છવાયેલું સંકટ જોતાં આ વર્ષનો ગણેશોત્સવ ખૂબજ સાદાઈથી ઉજવવા બાબતે સકારાત્મક છીએ. ગણેશોત્સવ એ ગિર્દીનો ઉત્સવ હોઈ તેને કારણે કોરોનાના ફેલાવાને ધ્યાનમાં લેતાં ભાવિકો, કાર્યકર્તાઓના જીવને જોખમમાં મૂકી શકાય નહીં. આ પૂર્વે પણ મુંબઈના ગણેશોત્સવે અનેક કપરાં પ્રસંગે સામાજિક ભાન રાખ્યું છે. અમે કાયમ યંત્રણાની સાથે છીએ. ગણ અનેક દિવસોથી પાલિકા, પોલીસ તંત્ર પર વધુ તાણ છે. આથી આ વર્ષે અમે સામેથી લોકોને ભીડ ટાળવાનું આવાહન કરીશું, એવું સમિતિના અધ્યક્ષ એડ.નરેશ દહિબાવકરે જણાવ્યું છે. તેમજ જો પરિસ્થિતિ સુધરશે તો સરકારી માન્યતા સાથે નિયમોનું પાલન કરી નિશ્ચિતપણે ઝગમગાટ સાથે ઉત્સવ ઉજવાશે, એવું આશ્વાસન પણ તેમણે વ્યક્ત કર્યું છે.    




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c2Becw
via Latest Gujarati News

Post a Comment

0 Comments