
મુંબઈ,તા.4 મે, 2020, સોમવાર
મુંબઈને અડીને આવેલા થાણે શહેરમાં પણ કોરોનાની અસર ઓછી થતી દેખાતી નથી. થાણે મહાનગરપાલિકા ક્ષેત્રમાં રવિવાર રાત સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૮૯ પર પહોંચી ગઈ હતી. મુંબ્રાના એક ૫૨ વર્ષીય વ્યક્તિના મૃત્યુ બાદ મૃત્યુનો આંક પણ ૧૬ પર પહોંચી ગયો છે.
પાલિકાના આંકડાઓ અનુસાર, થાણેના લોકમાન્યનગરમાં જ રવિવાર સુધીમાં કોરોનાના કોરોનાના ૮૦ કેસ નોંધાયા છે. જે ૨૦ એપ્રિલ સુધી ફક્ત ૧૪ જેટલા હતા. થાણેના જ વાગ્લે એસ્ટેટમાં પણ રવિવાર સાંજ સુધીમાં કોરોના પોઝીટીવ વ્યક્તિઓનો આંકડો ૬૮ પર પહોંચી ગયો છે. જે ઉક્ત સમય દરમ્યાન ફક્ત ૧૦ જેટલો હતો. આ બંને વિસ્તાર થાણાના ગીચ માનવ વસ્તી ધરાવતા વિસ્તારો છે. તેથી થાણે પાલિકા પ્રશાસને આગમચેતી રૃપે સામુહિક પરીક્ષણ અભિયાન હાથ ધર્યું છે. આ સિવાય હાઈરિસ્ક વિસ્તાર પર લક્ષ્ય રાખી પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલ લોકોને ક્વારેન્ટીન કરવાનું શરૃ કર્યું છે.
આ સંદર્ભે થાણે પાલિકાના એક નગરસેવક અનુસાર આવા ગીચ વિસ્તારમાં કોમન ટોઈલેટ અને પાણીના કોમન નળને પરિણામે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધુ રહે છે. આ સંદર્ભે થાણેમાં કોરોના બાબતના વડા ડાક્ટર અનુસાર, તેમણે વાગલે એસ્ટેટના ૧૦૦ જેટલા લોકોના રેન્ડમ (આકસ્મિક) ટેસ્ટ કર્યા હતા. જેમાંથી દસ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. પાલિકાએ લોકો પાસેથી સલામતી અને સ્વચ્છતા બાબતના સૂઝાવ પણ માગ્યા છે. આ રીતે હવે થાણે મનપાએ કોરોનાની લડાઈમાં સામાન્ય નાગરિકોને પણ સાથે રાખી કોરોના પર કઈ રીતે માત મેળવવી તે બાબતે સૂઝાવ મગાવ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YzK8ub
via Latest Gujarati News
0 Comments