
મુંબઈ,તા.4 મે, 2020, સોમવાર
મુંબઈમાં કોરોના કેસની સંખ્યા દિવસોદિવસ વધી રહી છે, ત્યારે સૌથી સુરક્ષિત ગણાઈ રહેલાં મુલુન્ડમાં એક આંચકાદાયક વાત જાણવા મળી છે, તે એ કે મુલુન્ડમાં સોમવારે માત્ર એક જ દિવસમાં ૫૫ કોરોનાના કેસ મળી આવ્યાં છે. જેની વાત મુલુન્ડગરાઓમાં ફેલાતાં ભારે ખળભળાટ મચ્યો હતો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર, મુલુન્ડના સ્લમ વિસ્તારમાં બે દિવસ પહેલાં કોવિડ ટેસ્ટિંગના કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં આ સ્લમ વિસ્તારમાંથી આશરે ૪૭ કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હોવાનું જણાયું છે. અત્યારે મુલુન્ડ પશ્ચિમના ઈંગિરાનગર નં.૨ સ્લમ વિસ્તારમાં કુલ ૪૯ અને રામગઢ સ્લમ એરિયામાં કુલ ૨૩ કોરોનાગ્રસ્ત દર્દીઓ છે. આથી હવે મુલુન્ડના સ્લમ વિસ્તારમાં ખતરો વધી ગયો છે. તે ઉપરાંત મુલુન્ડના અન્ય વિસ્તારોમાંથી છૂટાછવાયા દર્દીઓ મળી કુલ એક દિવસમાં ૫૫ દર્દીઓ નોંધાયા હતાં. એકંદરે મુલુન્ડમાં હવે કુલ ૧૨૩ કોરોનાગ્રસ્ત દર્દી હોવાનું જાણવા મળ્યું છે. મુલુન્ડના સ્લમમાં અનેક કોરોનાગ્રસ્તો હોવાથી શક્યતા નકારી શકાય તેમ નથી. આથી નાગરિકોએ એવી માગ કરી છે કે લોકો ભયના માર્યા સામે આવી ચેક-અપ કરાવતાં નથી. પરંતુ જો પ્રશાસન ઘરે-ઘરે આવીને ચેક કરે તો હજી વધુ દર્દીઓ મળે તેવી સંભાવના છે.
જોકે આસમાચાર મળતાં જ મુલુન્ડના લોકપ્રતિનિધિઓ, પોલીસ અધિકારી તેમજ પાલિકાના ઉચ્ચાધિકારીએ તુરંત મુલુન્ડના વિસ્તારોની સમીક્ષા કરી કટોકટીના સમયમાં કયા પગલાં લેવા તે બાબતે બેઠક કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b65vWt
via Latest Gujarati News
0 Comments