લોકડાઉનમાં દારૂની દુકાનો ખુલતાં જ બંધાણીઓએ સોશિયલ ડિસ્ટનિંગ નેવે મૂકયું



મુંબઈ,તા.4 મે 2020, સોમવાર

કેન્દ્ર સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં  નિયમો હળવા કરાની  જાહેરાત સાથે જ દારૃની દુકાનો ખોલવાની પરવાનગી આપતા  જ આજે સવારથી જ મહારાષ્ટ્રના લોકો દારૃ લેવા નીકળી પડયાં હતા.  દકાનો ખુલે તે પહેલાં જ લાંબી લાઈનો લાગી હતી. અને દુકાનો  ખુલતા જ લોકોએ દારૃ લેવા માટે પડાપડી કરીહતી.  તેને પગલે પોલીસે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. અને લાઠી ચાર્જ પણ કર્યો હતો.  તો કેટલીક જગ્એ પ્રથમ ગ્રાહકને ફૂલની માળા પહેરાવીને પણ સ્વાગત કર્યું હતું.

જનતાકરફયુના દિવસથી  રાજ્યમાં દારૃની દુકાનો બંધ રહી છે. પરંતુ લોકડાઉનના  ત્રીજા તબક્કામાં  દારૃની દુકાનો ખુલતાં જ મુંબઈ, પુણે, સોલાપુર, બેલગામ, લાતુર, કોલ્હાપુર,  બીડ લગભગ આખા રાજ્યમાં દારૃની દુકાનોમાં લાંબી લાઈન લાગી હતી. કેટલીક જગ્યાએ તો દારૃ લેવા માટે પડાપડી  થઈ હતી.

મુંબઈમાં મલાડ, ઘાટકોપર, બાંદ્રા, કુર્લા, સાયન, માટુંગા, મુલુંડ, ચેમ્બુર વગેરે જગ્યઓ પર આવેલી દારૃની દુકાનોમાં લાંબી લાઈનો લાગી હતી ને પોલીસે ઘટનાસ્થળે ઘસી જઈ ભીડને કાબૂમાં કરી હતી. સોશિયલ ડિસ્ટનિંગ જાળવવાની અપીલ કરી હતી.   સાયન-માટુંગા ઘાટકોપર જેવા વિસ્તારોમાં પરિસ્થિિ પર કાબૂ મેળવવા  પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો.   માત્ર પુરૃષો જ નહીં સ્ત્રીઓ પણ લાઈનમાં ઊભી દાર લેવા ઉત્સુક જણાઈ  હતી. ે સિવાય સોલાપુર, સાંગલી, પુણે, કોલ્હાપુર જેવા વિસ્તારોમાં  પણ દારૃની દુકાનો ખુલે તે જ પહેલાં લાઈનો લાગીહતી. દારૃ લેવા તલપાપડ બનેલા બંધાણીઓએ ઝઘડો કર્યો હતો  સોશિયલ ડિસ્ટનિંગ નેવે મૂકાયા  બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં રાખીહતી.બે બે ફૂટના અંતરે ઊભા રાખી લાઈનથી ખરીદી કરવા જણાવ્યું  તો કેટલીક જગ્યાએ  સ્થાનિક નેતાઓએ ઘસી જઈને દુકાનો બંધ કરવાી  હતી. ગોરેગાંવમાં  દુકાનદાર ભીડ પર કાબૂ ન મેળવી શકતા તેણે દુકાન બંધ કરી હતી. 

બેલગામમાં દારૃની દુકાન આટલા દિવસો બાદ  ખુલી હોવાથી  દુકાનના માલિકે પ્રથમ ગ્રાહકનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. બીજી ઘટનાઓ પણ રાજ્યમાં  બની તી.  જેમાં પ્રથમ ગ્રાહકને અમુક છૂટ અપાઈ હતી. આમ લોકડાઉનના  નિયમો હળવા કરાઈ દુકાન ખોલવાની  પરવાનગી અપાતા બંધાણીઓ  કોરોનાથી સંક્રમિત થવાની ચિંતા ભૂલીને  તેમના વ્યસન પાછળ ગાંડા થયા હતા.  કેટલીક જગ્યાએ પોલીસો માટે સ્થિતિ નિયંત્રણમાં  લેવી મુશ્કેલ બનતા તેમણે દુકાનો બંધ કરાવીહતી  તો કેટલીક જગ્યાએ આ આદેશ પાછો લેવાયો હતો.  દાૃની દુકાનો ખોલવાના સરકારના નિર્ણયની સોશિયલ મિડીયા પણ ખૂબ જ ટીકા થઈ છે.

સોલાપુરમાં દારૃની દુકાનો બંધ રાખવાનો આદેશ

મુંબઈ,તા.૪

સોલપુરમાં લોકડાઉનનું થયેલું છડેચોક ઉલ્લંઘન અને બંધાણીઓની પડાપડી નિરંકુશ બન્યા બાદ  સ્થાનિક પોલીસ પ્રશાસને  આ દુકાનો  આગામી આદેશ સુધી બંધ જ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો તેમ છતાં પણ દારૃની દુકાનો ફરીવાર ખુલશે એવી આશામાં  લોકોએ દુકનો બહાર લાઈનો લગાડી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c5wUZR
via Latest Gujarati News

Post a Comment

0 Comments