
મુંબઈ,તા.4 મે, 2020, સોમવાર
કોરોના વાયરસના પ્રાદુર્ભાવને રોકવા તમામ સ્કૂલ, જૂનિયર કાલેજ બંધ હોવાથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ ના પહેલાંથી આઠમા અને નવમા તેમજ અગિયારમાના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાઈ નથી. જોકે તેમના પરિણામ જાહેર કરવાનું ફરમાન તમામ સ્કૂલ-કાલેજોને કરવામાં આવ્યું છે. આથી વિદ્યાર્થીઓને તેમનું રીઝલ્ટ એસએમએસ, ફોન કે અન્ય ઓનલાઈન પદ્ધતિએ તુરંત જણાવવું. જેથી વિદ્યાર્થીઓ કોઈ ભ્રમમાં રહે નહીં, એવું સૂચનાપત્ર રાજ્ય શૈક્ષણિક સંશોધન તેમજ પ્રશિક્ષણ પરિષદના સંચાલક દિનકર પાટીલે રાજ્યના તમામ શિક્ષણ ઉપસંચાલકો, શિક્ષણ અધિકારી, મુખ્યાધ્યાપકોને મોકલ્યું છે.
વિદ્યાર્થીઓ ઉપલબ્ધ સામગ્રીને આધારે આગામી વર્ષનો અભ્યાસ કરી શકે તે માટે પરિણામ તત્કાળ ઓનલાઈન જણાવી આગળના ધોરણમાં પ્રમોશન આપવાનું જણાવાયું છે. પરિપત્રકમાં જણાવ્યા પ્રમાણે, સ્થાનિક લોકડાઉન પરિસ્થિતિની સમીક્ષા કરી આગામી શૈક્ષણિક વર્ષ શરૃ થવા પૂર્વે વિદ્યાર્થીઓને પરિણામપત્ર આપવાની આવશ્યક પ્રક્રિયા સ્કૂલ-કાલેજોએ પાર પાડવાની છે. જોકે આ નિર્ણયથી શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ વર્ષભરની વિવિધ પરીક્ષાના પરિણામ, માર્કશીટ્સ, વિદ્યાર્થીઓની માર્કશીટ વગેરે સામગ્રી સ્કૂલમાં હોવાથી ઘરે બેસી પરિણામની પ્રક્રિયા કઈ રીતે પાર પાડવી એ બાબતે શિક્ષકો મૂંઝાયા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SBU0Q4
via Latest Gujarati News
0 Comments