ધારાવીમાં એક જ દિવસમાં કોરોનાના 42 કેસ નોંધાતા ફફડાટ



(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 4, મે, 2020, સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાનો સકંજો વધુને વધુ મજબૂત બની ગયો છે. તેમાં મુંબઇ અને પુણે શહેરમાં તો જાણે કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાએ એટલી હદે રોદ્રા સ્વરૃપ ધારણ કર્યું છે. દરદીની સંખ્યા વધી રહી છે. તેમજ દરદીઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. આથી રાજ્ય સરકાર તથા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ ચિંતામાં ડૂબી ગયો છે.

મહારાષ્ટ્ર અને મુંબઇમાં લોકડાઉનનો અમલ કડક હોવા છતાં દરરોજ સેંકડોની સંખ્યામાં નવા દરદીઓ નોંધાઇ રહ્યા છે. ગત ૨૪ કલાકમાં કોરોના નવા ૭૭૧ દરદીની સંખ્યા નોંધાઇ છે. આથી મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૧૪૫૪૧ થઇ છે. જ્યારે મુંબઇમાં કોરોનાની સંખ્યાનો આંક ૯૩૧૦ થયો છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન પાર્ટ-૨ પૂર્ણ થયો છે. આજથી લોકડાઉનનો પાર્ટ ૩નો પ્રારંભ થયો છે. કડક લોકડાઉનનો  અમલ છતાં આજે કોરોના ૩૫ દરદીએ જીવગુમાવ્યો હતો. આથી મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોનો મરણાંક ૫૮૩ થયો છે.

આજે રાજ્યમાં ૩૫૦ દરદી સાજા થયા હતા અને તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આથી અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના ૨૪૬૫ દરદી સાજા થઇને હોસ્પિટલથી ઘરે ગયા છે. એવી માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

મૃતક પામેલા ૩૫ દરદી પૈકી ૨૨ પુરુષ અને ૧૩ મહિલાઓનો સમાવેશ થાય છે. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું. મુંબઇમાં ૧૮, પુણેમાં ૭, અકોલામાં ૫, સોલાપુરમાં ૧, ઔરંગાબાદમાં ૧, થાણેમાં ૧, નાંદેડમાં ૧, અને એક ઉત્તર પ્રદેશનો નાગરિક મૃત્યુ પામ્યા હતા.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં મુંબઇમાં ૯૩૧૦, પુણેમાં ૧૮૬૮, થાણેમાં ૫૭૮ નવી મુંબઇમાં ૨૫૪, કલ્યાણ- ડોંબિવલીમાં ૨૨૮, મીરા-ભાઇંદરમાં ૧૫૧, પાલઘરમાં ૪૬, વસઇ- વિરાર ૧૫૮, રાયગઢમાં ૪૧, પનવેલમાં ૬૪, નાશિકમાં ૫૨, માલેગાવમાં ૩૩૦,  ધૂળેમાં ૩૨, જળગાવમાં ૪૬, જળગાંવમાં ૧૧, પિંપરી- ચિંચવડમાં ૧૨૦, સોલાપુરમાં ૧૨૬, સાતારામાં ૭૯, કોલ્હાપુરમાં ૧૪, સાંગલીમાં ૩૨, ઔરંગાબાદમાં ૩૧૩, હિંગોલીમાં ૫૨ નાંદેડમાં ૨૮, લાતુરમાં ૧૯, અકોલામ  ૪૮, અમરાવતીમાં ૫૭, યવતમાળમાં ૯૧, નાગપુરમાં ૧૭૪, તથા અન્યરાજ્યમાં ૨૯ દરદીનો સમાવેશ થાય છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

મુંબઇમાં કોરોનાના દરદોઓની સંખ્યા સતત વધી રહી છે. આજે શહેરમાં કોરોનાના નવા ૫૧૦ દરદી નોંધાતા અત્યાર સુધી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૯૧૨૩ સુધી પહોંચી છે. એટલે કે નવ હજારનો આંક પર થયો છે.

જ્યારે આજે ૧૮ દરદીએ જીવ ગુમાવતા અત્યાર સુધી મુંબઇમાં કોરોનાગ્રસ્તોનો મરણાંક ૩૬૧ સુધી થઇ છે. એમ મુંબઇ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહે જણાવ્યું હતું.

આજે ૧૦૪ દરદી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આથી અત્યાર સુધી શહેરમાં ૧૯૦૮ દરદી સાજા થઇને હોસ્પિટલથી ઘરે ગયા છે.

આ સિવાય નવા ૪૩૬ શંકાસ્પદ કોરોના દરદી મળી આવ્યા હતા. આથી મુંબઇમાં ૧૧૯૦૦ શંકાસ્પદ દરદીઓને સારવાર અપાઇ હોવાનો દાવો ડો. દક્ષા શાહેએ કર્યો હતો.

આજે મૃત પામેલા ૧૮ દરદી પૈકી ૧૪ પુરુષ અને ૪ મહિલા હોવાનું તેમણે જણાવ્યુ હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xyAZGY
via Latest Gujarati News

Post a Comment

0 Comments