મુંબઈમાં ૧૭ મે સુધી રાત્રે ૮ થી સવારે ૭ વાગ્યા દરમ્યાન કર્ફ્યુ



મુંબઈ,તા.4 મે, 2020, સોમવાર

 મુંબઈમાં કોરોનાનો પ્રાદુર્ભાવ વણથંભ્યો વધતો રહેતાં અંતે સમગ્ર મુંબઈમાં રાત્રે ૮ થી સવારે ૭ વાગ્યા દરમ્યાન કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ફક્ત મેડિકલ સેવા જેમકે હાસ્પિટલ, ક્લિનિક તેમજ મેડિકલની દુકાનોને રાહત આપવામાં આવી છે. અતિ અગત્યની મેડિકલ ઈમર્જન્સી વગર બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈના પોલીસ કમિશ્નરે આ બાબતે પરિપત્રક બહાર પાડી ઉક્ત જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્ર એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ અને આપત્તિ વ્યવસ્થાપન કાયદો ૨૦૦૫ હેઠળ આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. મુંબઈ શહેરનો સમાવેશ રેડ ઝોનમાં કરવામાં આવ્યો છે. કારણ કે મુંબઈમાં કોરોનાના ૭,૦૦૦થી વધુ દર્દીઓ છે. તેથી જ મુંબઈમાં રાત્રે ૮ થી સવારે ૭ સુધી કર્ફ્યુ જાહેર કરાયો છે. પત્રકમાં જણાવ્યા મુજબ આ કર્ફ્યુ ૧૭ મે સુધી ચાલું રહેશે.

સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરી આવશ્યકતા હોય તો જ બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરી વ્યવહાર કરવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fuoayK
via Latest Gujarati News

Post a Comment

0 Comments