તેજીની 'સિક્સર': નિફટી સ્પોટ 10000ની સપાટી કુદાવી


મુંબઈ,03 જુન 2020 બુધવાર

શેરોમાં આજે તેજીની સિક્સર લાગી હતી. સતત છઠ્ઠા દિવસે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં અવિરત તોફાની તેજી કરતાં અને ઓઈલ-ગેસ, પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો સાથે એફએમસીજી, ઓટોમોબાઈલ ફ્રન્ટલાઈન શેરોમાં લેવાલી કરીને નિફટીને 10,000ની સપાટી અને સેન્સેક્સનો 34000ની સપાટી પાર કરાવી હતી. મહારાષ્ટ્ર-ગુજરાત પર નિર્સગ વાવાઝોડાના આગમન વચ્ચે આ વાવાઝોડું અપેક્ષિત વિનાશક નહીં નીવડીને મહારાષ્ટ્ર પરથી હેમખેમ પસાર થઈ જતાં અને કોરોના સંકટમાંથી દેશ-દુનિયા બહાર આવી રહ્યા હોઈ વિશ્વભરમાં લોકડાઉનમાં છૂટછાટની સાથે ભારતમાં પણ કેન્દ્ર સરકાર સાથે રાજયો દ્વારા ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિને ફરી ધમધમતી કરવા પર ફોક્સ વધતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ 40 ડોલરની સપાટી કુદાવી જતાં ફંડોએ શેરોમાં તેજીનેકાયમ રાખી હતી. 

ભારતનો મે 2020 મહિનાનો સર્વિસિઝ પીએમઆઈ એપ્રિલ 2020ના ઐતિહાસિક 5.4 તળીયેથી વધીને 12.6 નોંધાતા આઈટી શેરોમાં નરમાઈ સામે રૂપિયા સામે અમેરિકી ડોલર આજે 10 પૈસા વધીને રૂ.75.46 રહ્યો હતો. આ સાથે ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાની હવામાન ખાતાની આગાહીએ ગ્રામીણ અર્થતંત્ર ફરી ધમધમતું થવા લાગ્યાના અહેવાલો વચ્ચે આજે ફંડોએ શેરોમાં તેજી જાળવી હતી. અલબત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મેગા રાઈટ ઈસ્યુ આજે 3,જૂન 2020ના બંધ થઈ રહ્યો હોઈ ભારતીય શેર બજારોમાં તેજીનો છ દિવસનો આ રાઉન્ડ ગમે તે ઘડીએ પૂરો થવાની બજારમાં ચર્ચા હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત આક્રમક તેજીએ આજે સેન્સેક્સ આગલા બંધ 33825.53 સામે 34185.41 મથાળે ખુલીને ઉપરમાં 34488.69 સુધી પહોંચી અંતે પ્રોફિટ બુકિંગે 284.01 પોઈન્ટ વધીને 34109.54 બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ આગલા બંધ 9979.10 સામે 10,108.30 મથાળે ખુલીને ઉપરમાં 10,178.20 સુધી પહોંચી અંતે 82.45 પોઈન્ટ વધીને 10,061.55 બંધ રહ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજીએ બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ વધુ 488.75 પોઈન્ટની છલાંગે 24,088.60 બંધ રહ્યો હતો. સિટી યુનિયન બેંક રૂ.4.85 ઉછળીને રૂ.144.45, કોટક મહિન્દ્રા બેંકમાં પ્રમોટર ઉદય કોટક દ્વારા પોતાનું હોલ્ડિંગ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ધોરણો મુજબ 2.92 ટકા શેર દીઠ રૂ.1240 ભાવે વેચીને રૂ.6944 કરોડ ઊભું કરાતાં શેરમાં આકર્ષણે શેર રૂ.43.65 વધીને રૂ.1386.55 રહ્યો હતો. આરબીએલ બેંક રૂ.3.60 વધીને રૂ.130.70, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.4.60 વધીને રૂ.174.85, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.8.15 વધીને રૂ.356.65, એચડીએફસી બેંક રૂ.21.20 વધીને રૂ.1022.10 રહ્યા હતા.

ફાઈનાન્સ અને અન્ય શેરોમાં સાઉથ ઈન્ડિયન બેંક રૂ.1.13 ઉછળીને રૂ.6.78, એબી કેપિટલ રૂ.5.30 ઉછળીને રૂ.31.95, આઈઓબી રૂ.1.50 વધીને રૂ.9.45, બેંક ઓફ ઈન્ડિયા રૂ.4.25 વધીને રૂ.39.50, આઈડીબીઆઈ બેંક રૂ.2.85 વધીને રૂ.31.80, કર્ણાટક બેંક રૂ.3.40 વધીને રૂ.40.20, જેએમ ફાઈનાન્શિયલ રૂ.5 ઉછળીને રૂ.73, એયુ સ્મોલ બેંક રૂ.21.50 ઉછળીને રૂ.451.90, મુથુટ કેપ રૂ.13.75 વધીને રૂ.289.05, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.9.25 વધીને રૂ.194.85, બંધન બેંક રૂ.9.25 વધીને રૂ.249.75, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ રૂ.27 વધીને રૂ.806.40, બજાજ ફાઈનાન્સ રૂ.66.40 વધીને રૂ.2413.10, બજાજ ફિનસર્વ રૂ.101.65 વધીને રૂ.5287.95 રહ્યા હતા.

 ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની તેજીમાં બોશ રૂ.604.10 ઉછળીને રૂ.11,100, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.22.30 વધીને રૂ.484.80, ટાટા મોટર્સ રૂ.2.30 વધીને રૂ.98.80, આઈશર મોટર્સ રૂ.110.60 વધીને રૂ.17,516.15 રહ્યા હતા. 

ઔદ્યોગિક પ્રવૃતિ ફરી ધમધમવા લાગતાં ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી સાથે આજે ઓઈલ-ગેસ શેરોમાં લેવાલીનું આકર્ષણ વધ્યું હતું. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.21.30 ઉછળીને રૂ.494, પેટ્રોનેટ એલએનજી રૂ.9.30 વધીને રૂ.253.30, બીપીસીએલ રૂ.7.40 વધીને રૂ.349.05, ઓએનજીસી રૂ.1.80 વધીને રૂ.86.15, એચપીસીએલ રૂ.3.75 વધીને રૂ.197.50, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મેગા રાઈટ ઈસ્યુ આજે બંધ થતાં પૂર્વે શેરમાં સતત આકર્ષણે રૂ.6.35 વધીને રૂ.1542.45 રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 182.23 પોઈન્ટ વધીને 12,252.23 બંધ રહ્યો હતો. એફએમસીજી શેરોમાં સિલેક્ટીવ લેવાલીએ નેસ્લે ઈન્ડિયા રૂ.404.50 વધીને રૂ.17,425.40, જીએમ બ્રિવરીઝ રૂ.2.45 વધીને રૂ.418.05, ગોદરેજ કન્ઝયુમર રૂ.19.75 વધીને રૂ.658.90, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝના પરિણામે રૂ.59.95 વધીને રૂ.3510.25 રહ્યા હતા. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સતત આકર્ષણે આજે વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.25.75 વધીને રૂ.264.45, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.264.95 વધીને રૂ.5139, બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.20.70 વધીને રૂ.429, વોલ્ટાસ રૂ.11.20 વધીને રૂ.569, વ્હર્લપુલ રૂ.33.85 વધીને રૂ.2072.95, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ રૂ.8.25 વધીને રૂ.984 રહ્યા હતા. કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.4.05 વધીને રૂ.73.65, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.11.65 વધીને રૂ.245.20, કલ્પતરૂ પાવર રૂ.7.90 વધીને રૂ.215.90, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.18.90 વધીને રૂ.584.35, હવેલ્સ ઈન્ડિયા રૂ.10.35 વધીને રૂ.559.75 રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ ઉછાળે પ્રોફિટ બુકિંગ સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના પણ ઘણા શેરોમાં નફારૂપી વેચવાલી નીકળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 2659 સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા 1658 અને ઘટનારની સંખ્યા 860 રહી હતી. અલબત આજે 491 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે 154 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xsh6LY
via Latest Gujarati News

Post a Comment

0 Comments