
મુંબઈ,03 જુન 2020 બુધવાર
સેબીએ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મામલામાં તપાસના આદેશો આપ્યા છે. ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેની છ ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમોને બંધ કરવાના મામલામાં હવે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા તપાસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફોરેન્સિક ઓડિટ કંપનીને આ સર્વિસિઝ માટે રોકવામાં આવી છે.
ફ્રેન્કલિન ટેમ્પલ્ટનને આ મામલામાં જરૂરી માહિતી પૂરી પાડવાનું ચાલુ રાખવા સેબી તરફથી ઓડિટ નોટીસ મળ્યાનું જાણવા મળે છે. મુંબઈ સ્થિત ચોક્સી એન્ડ ચોક્સી એલએલપી જે ટેક્ષ, એકાઉન્ટિંગ જોખમ અને ડયુ ડિલિજન્સ સહિત પર સલાહ આપે છે એને આ કામગીરી સોંપવામાં આવી હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. આ પેઢી દ્વારા ફંડ હાઉસ અને બોન્ડ ઈસ્યુ કરનારી કંપનીઓ વચ્ચે સાંઠગાઠ કે ડિરેકટરો અથવા વરિષ્ઠ અધિકારીઓના હિત સંકળાયેલા હતા કે અને ટ્રાન્ઝેકશન-વ્યવહારો રોકાણકારોના હિતને નેવે મૂકીને થયા હતા કે નહીં એની તપાસ થવાની શકયતા છે.
સેબીએ ચોક્સી એન્ડ ચોક્સીને 30 દિવસમાં રીપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.આ મામલે જાણકારોનું કહેવું છે કે આ મામલામાં તમામ પાસાઓની ચકાસણી થશે, જેમાં નિયમનોના ઉલ્લંઘન સહિતનો સમાવેશ થશે. આ ઉપરાંત ફંડ હાઉસો નિયમોને અનુસરવામાં આવ્યા છે કે એ સહિતની તપાસ થવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન દ્વારા તેની છ ડેટ સ્કિમો ફ્રેન્કલિન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ઈન્કમ ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા લો ડયુરેશન ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા ડાયનામિક એકરલ ફંડ અને ફ્રેન્કલિન ઈન્ડિયા ઈન્કમ ઓપોર્ચ્યુનિટી ફંડને 23,એપ્રિલ 2020 બાદ રિડમ્પશન માટે બંધ કરવાનું જાહેર થયું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XtoeHS
via Latest Gujarati News
0 Comments