
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 જૂન 2020, મંગળવાર
લોકો કારમાં બેસીને ગુગલ મેપ દ્વારા રસ્તો શોધતા હોય તેમાં અમિતાભ બચ્ચન મદદગાર થાય તેવું કોઇએ વિચાર્યું હશે ? હા, પરંતુ હવે આ શક્ય થઇ શકે એમ છે.જો બધુ સમૂસૂથરુ ંપાર પડશે તો પીઢ અભિનેતા પોતાના અવાજ દ્વારા લોકોને નેવિગેટ કરશે.
મળેલી જાણકારીને સાચી માનીએ તો, ગૂગલ પોતાના ગૂગલ મેપ માટે અમિતાભ બચ્ચનનાઅવાજની મદદ લેવાનું વિચારી રહ્યા છે. અમિતાભ અને ગૂગલના અધિકારીઓની આ બાબતે વાતચીત ચાલી રહી છે. જો બધુ પાર પડશે તો એક દિવસ એવો ચોક્કસ આવશે કે બિગ બી પોતાના અવાજ દ્વારા લોકોને યોગ્ય રસ્તો શોધવામાં ઉપયોગી થશે.
અમિતાભ બચ્ચનનો અવાજ દેશના સૌથી લોકપ્રિય અવાજમાંનો એક છે. તેથી ગૂગલ મેપના અધિકારીએ આ અવાજને ઉત્તમ વિકલ્પ માની રહ્યા છે.
ચર્ચા એવી પણ છે કે કોરોનાના કારણે હાલ લોકડાઉન ચાલી રહ્યુ ંહોવાથી અમિતાભ હાલ ઘરમાં ફુરસદમાં જ છે. તેથી શક્ય છે કે તેઓ પોતાનો અવાજ ઘરથી જ રેકોર્ડ કરેશે.જોકે હજી ગૂગલ કંપની અને અમિતાભે ડીલ સાઇન કરી હોવાના સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે, હાલ ગૂગલ મેપ નેવિગેશનમાં ન્યૂ યોર્કના કૈરન જેકબ્સનનો અવાજ સાંભળવા મળે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ff8lv
via Latest Gujarati News
0 Comments