
મુંબઈ, તા. 11 જુલાઈ 2020, શનિવાર
કોરાના મહામારીમાં લોકડાઉનને કારણે પરિસ્થિતિઓ બદલાઇ ગઇ છે. તાપસી પન્નુની આગામી ફિલ્મ લૂપ લપેટાને લઇને એક નવી રસપ્રદ અપડેટ જાણવા મળી છે. આ ફિલ્મને કોવિડ-૧૯ સ્પેશિયલ ઇન્સયોરન્સ મળવાનો છે. જે આવો વીમો મેળવનાર ભારતની પ્રથમ ફિલ્મ હશે. ફિલ્મના નિર્માતા અતુલ કસ્બેકરે જણાવ્યું હતું કે પોડયુસર્સ આવનારા દરેક પ્રોજેક્ટ માટે વીમા માટે લીગલ ફર્મના સંપર્કમાં છે. અતુલે વધુમાં જણાવ્યું હતું કે, અમે લીગલ એકસ્પર્ટ સાથે વાતચીત તરી છે. અત્યાર સુધી ફિલ્મોના વીમા એકટર બીમાર પડી જાય કે પછી કોઇ કુદરતી આપદાઓ આવવાથી શેડયુલમાં મોડું થઇ જાય તેના માટે લેવામાં આવતો હતો. પરંતુ કોવિડ ૧૯ નવી ીજ છે, એવામાં અમે ડીટેલ્સમાં કામ કરી રહ્યા છીએ જેના માટે ક્યો પ્લાન લેવો જોઇએ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eoSwki
via Latest Gujarati News
0 Comments