વસિયતનામાથી થતા ખેડૂતો વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટનો શકવર્તી ચૂકાદો

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)


ગતાંકથી ચાલુ

ગુજરાત હાઈકોર્ટમાં કે સુપ્રિમકોર્ટમાં ગણોતધારાની કલમ-૪૩નો ઉલ્લેખ છે તે વીલથી થતા બિનખેડૂત - ખેડૂત માટે એટલે કે Agriculturisના દરજ્જા માટે નથી. પરંતુ હાઈકોર્ટ દ્વારા ગણોતધારાની કલમ-૪૩ વાળી જમીન જે વિલથી પણ બિનખેડૂતને આપવામાં આવી હોય તો નિયંત્રણ લાગુ ન પડે તે પરિપ્રેક્ષ્યમાં હોવું જોઈએ તેમ માનવાને કારણ છે અને હાઈકોર્ટના જજમેન્ટમાં એવું અવલોકન (ડિવીઝનબેન્ચ સિવાય) કરવામાં આવેલ છે કે વિલ - વસીયતનામાથી આપેલ જમીન કે બિનખેડૂત - ખેડૂતના દરજ્જામાં તબદીલી નથી, પરંતુ વસિયતનામાથી Testamentary Disposition  છે.

હવે વિલની કાયદાકીય જોગવાઈઓ ભારતીય વારસાહક્ક અધિનિયમ-૧૯૨૫માં આપવામાં આવેલ છે અને મિલ્કત તબદીલી અધિનિયમમાં 'વિલ'ને મિલ્કતના તબદીલીના એક સાધનInstrument તરીકેની જોગવાઈઓ છે અને જેમાં મિલ્કતના ધારકને સ્વપાર્જીત મિલ્કત વિલથી કોઈપણ વ્યક્તિ સાવધ અવસ્થામાં,(Sound mind) બે સાક્ષીઓની શાખ ઉપસ્થિતિમાં અને સાદા કાગળ ઉપર પણ કરેલ હોય તો પણ ચાલે ફરજીયાત રજીસ્ટર્ડ કરાવવાની જરૂર નથી અને મૃત્યુ બાદ અમલમાં આવે છે. આમ આ જોગવાઈઓના 'વિલ' યાને વસીયતનામાના માધ્યમથી ગુજરાતમાં બિનખેડૂત વ્યક્તિઓએ એક રાહ Channel અપનાવી સંખ્યાબંધ બિનખેડૂતો ખેડૂત બન્યા અને આ થવાનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતમાં ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો નથી અને જેમ જણાવ્યું તેમ 'વિલ' રજીસ્ટર્ડ પણ કરાવવાની જરૂર નથી એટલે સબંધિત ખેડૂત ખાતેદાર વૃદ્ધ / મરવાની અણી ઉપર હોય તેની પાસેથી Even પાછલી તારીખમાં પણ મરનારનું 'વિલ' કરીને ખાતેદારની અમુક જમીનમાં 'વિલ'થી ખાતેદાર બની ગામ દફતરે નોંધ પડાવી મહેસૂલી રેકર્ડમાં લાવ્યા બાદ કેટલાય બિનખેડૂતોએ સંખ્યાબંધ જગ્યાએ ખેતીની જમીનો ખરીદી છે અને જે તે સમયે કલમ-૬૩ હેઠળનું આ નિયંત્રણ રાખવાનું કારણ પણ એ હતું કે ખેતીની જમીનનો ઉત્પાદકીય સ્વરૂપે કાર્યસાધક સ્વરૂપે જીવનનિર્વાહ માટે ઉપયોગ થાય જે જે બિનખેડૂતોએ 'વિલ'થી જમીન મેળવી ખેડૂત થયા છે તેઓનો ઈરાદો ખેતીનો નથી પણ નફાકીય હેતુ માટે સસ્તા ભાવે ખેતીની જમીનો ખરીદી પાછળથી નફાકીય સાધન તરીકેનો છે એટલે સુપ્રિમકોર્ટ દ્વારા જે ગુજરાત હાઈકોર્ટના શીંગલ જ્ડજ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવેલ તે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચ દ્વારા રદ કરવામાં આવેલ અને હવે આ ચુકાદાથી 'વિલ'થી તથા ખેડૂતો ઉપર કાયમી ધોરણે રોક આવી છે અને કાયદાકીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આ ચુકાદાના આધારે રાજ્ય સરકારે પણ ગણોતધારાની કલમ-૬૩માં સુધારો કરી ઉપરવટ (Overriding) જોગવાઈઓ કરી પાલન કરવું જોઈએ. જેથી કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવાનું આચરણ થયેલ છે તે રોકી શકાય. 

સુપ્રિમકોર્ટના ચુકાદામાં જે મહત્વના અવલોકન એ કરવામાં આવ્યા છે કે, ગણોતધારાની કલમ-૪૩માં “Assignment” શબ્દ છે એટલે કે 'તબદીલી' જ્યારે કલમ-૬૩ કે જે બિનખેડૂતને ખેતીની જમીન ધરાવવા કે ખેડૂતના દરજ્જા ઉપર નિયંત્રણ મુકે છે તેમાં “Assignment” શબ્દ નથી એટલે કે તબદીલીથી પણ ન થઈ શકે. સુપ્રિમકોર્ટ દ્વારા મહત્વનું અવલોકન ડિવીઝન બેંચના ચુકાદા ઉપરથી કર્યું છે તે એ છે કે જે વ્યક્તિ જીવીત હોય ત્યારે ખેતીની જમીન તબદીલીથી ધારણ કરી શકતો નથી. તો મૃત્યુ બાદ વીલથી કઈ રીતે તબદીલ કરી ખેડૂત બની શકે. આ અંગેના ચુકાદાના અવલોકન આ મુજબ છે.“Tenancy Act has not authorised parting of Agriculture land to Non-Agriculture without permission of the authorised officer, therefore if it is permitted through a Testamentary Disposition (Will) it will be defeating the very “soul” of the legislation which cannot be permitted. We wonder when testator statutorily debarred from transforming of the land to a non - agriculturist during his life time, then how he can be permitted to make his declaration of intention to transfer agriculture land to a non agriculture to be operative after his death” Such attempt in our view is clearly against the public policy and would defeat the object and purpose of the Tenancy Act. આનું અર્થઘટન સ્પષ્ટએ થાય છે કે જ્યારે ગણોત કાયદો બિનખેડૂતની તરફેણમાં ખેતીની જમીન ધારણ કરવા પ્રતિબંધ મૂકે છે ત્યારે વિલ યાને વસીયતનામાના માધ્યમથી થતા ખેડૂત - કાયદાના 'આત્મા'ને હણી લેવાનાં કૃત્ય સમાન છે અને કાયદામાં જ્યારે ખેતીની જમીન બિનખેડૂત દ્વારા ધારણ કરવાનો પ્રતિબંધ છે ત્યારે કાયદાના હેતુ અને ઉદ્દેશો નિષ્ફળ બનાવવા માટેનું 'વિલ'નું માધ્યમ કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવનારું છે. ભારતીય વારસા અધિનિયમની કલમ-૩૦ મુજબ ઉતરાધિકારી Succession વીલથી માન્ય રાખે છે. પરંતુ ગણોતધારાની જોગવાઈઓ નિષ્ફળ બનાવતું હોય તો તે 'વિલ' દ્વારા થતી તબદીલી પણ ગેરકાયદેસર ઠરે છે.

સુપ્રિમ કોર્ટના ચુકાદામાં, ભારતીય બંધારણમાં, મિલકતના અધિકાર, મિલકત તબદીલી અધિનિયમ અને ભારતીય વારસા અધિનિયમ કેન્દ્ર સરકારનો કાયદો હોઈ સર્વોપરી ગણી - 'વિલ'ને માન્ય રાખવાની દલીલો અરજદારના વકીલશ્રીઓએ પણ કરેલ પરંતુ સુપ્રિમકોર્ટ દ્વારા આ દલીલો સામે ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે કે ભારતના બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાના ભાગરૂપે મિલકતોની / સંપત્તિની સપ્રમાણમાં વહેંચણીના ભાગરૂપે જમીન સુધારા કાયદાઓને બંધારણની અનુસુચિ-૭ ભાગ-૨ નોંધ નં.-૧૮માં ઉલ્લેખ છે. જેથી ગણોતધારાની જોગવાઈઓને પણ બંધારણનીય માન્યતા હોવાથી તે કેન્દ્રિય કાયદા સમકક્ષ છે. જેથી તેનો પણ વિરોધાભાસ જથતો નથી. આમ બંધારણીય રીતે પણ સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.             

(ક્રમશઃ)



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38OQ0Tj
via Latest Gujarati News

Post a Comment

0 Comments