પ્રિયંકા ચોપરા હોલીવૂડ ફિલ્મ મેટ્રિક્સ-4માં કામ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.08 જુલાઈ 2020, બુધવાર

પ્રિયંકા ચોપરા જોનાસ એક પછી એક ઘોષણા કરતી જાય છે. હજી તો ગયા અઠવાડિયે અભિનેત્રીએ એમેઝોન સાથેના પોતાના કોલોબ્રેશનની ઘોષણા કરી હતી. હવે તે હોલીવૂડની લોકપ્રિય ફિલ્મ મેટ્રિક્સની ચોથી ફ્રેર્ન્ચાઇઝી સાથે જોડાવાની છે. પ્રિયંકાએ હોલીવૂડની સફળ ફ્રેન્ચાઇઝી મેટ્રિક્સ ૪ સાઇન કરી છે. 

પ્રિયંકા ચોપરા જોનાસ કીનુ રિવાસ સાથે મેટ્રિક્સ ફિલ્મની ચોથી સીરિઝમાં જોવા મળશે. લોકડાઉન પુરુ થતાં જ આ ફિલ્મમનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ બર્લિનમાં રવાની યોજના છે. આ ફિલ્મને ૧ એપ્રિલ ૨૦૨૨ના રીલિઝ કરવાની યોજના છે. 

પ્રિયંકા ચોપરા છેલ્લે ધ વ્હાઇટ ટાઇગર પરથી બનાવામાં આવેલી ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે જોવા મમળી હતી. 

પ્રિયંકાઆજે ગ્લોબલ આઇકોન તરીકે જાણીતી થઇ છે. તે  હોલીવૂડમાં કામ કરવાની સાથેસાથે બોલીવૂડમાં મનપસંદ પ્રોજેક્ટ મળે તો પણ કામ કરવા ઉત્સાહિત હોય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ffki3Z
via Latest Gujarati News

Post a Comment

0 Comments