
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.08 જુલાઈ 2020, બુધવાર
સાલ ૨૦૨૦ બોલીવૂડ ઇન્ડસ્ટ્રી માટે બહુ ખરાબ સાબિત થયું છે. ફિલ્મોની રીલિઝ અટકી જવાની સાથે સાથે શૂટિંગો પણ બંધ થઇ ગયા છે. એટલું જ નહીં આ સમયમાં બોલીવૂડની જાણીતી સેલિબ્રિટીઓને પણ ગુમાવી છે. જેમાં ઇરફાન ખાનનો પણ સમાવેશ છે. ઇન્સ્ટાગ્રામે સ્વર્ગસ્થ અભિનેતાને સમ્માન આપવાનો નિર્ણય કર્યો છે.
ઇરફાન ખાનના ઇન્સ્ટાગ્રામ એકાફન્ટને મેમોરિયલાઇઝ્ડ કરવામાં આવ્યો છે. તેના એકાઉન્ટમાં રિમેમ્બરિંગ શબ્દ લખવામાં આવ્યો છે. ઇરફાનના ફેન્સ આ જાણીને ખુશ થઇ ગયા છ. ઇરફાનનો સ્ક્રીન શોટ પણ વાયરલ થઇ ગયો છે. હવે ઇરફાન ખાનના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં કોઇ લોગ ઇન કરી શકશે નહીં. એક વાર જેનો એકાઉન્ટ મેમોરિયલાઇઝ્ડ થઇજાય તે એકાઉન્ટની કોઇ પોસ્ટમાં કોઇ ફેરફાર કરી શકે નહીં. ઇરફાને શેર કરેલા પોસ્ટ, ફોટો અને વીડિયો આ એકાઉન્ટમાં હંમેશા રહેશે.
ઇન્સ્ટાગ્રામે આ માન પહેલા સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતને આપ્યું છે.સુશાંતની આત્યહત્યા પછી તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ સર્ચ થનારો સેલિબ્રિટી હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZNX6mU
via Latest Gujarati News
0 Comments