હરિયાણાની જેમ ગુજરાતમાં પણ APMC ના સરકારીકરણના ભણકારા


સરકાર ખેડૂતોની આવકો બમણી કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કૃષિ પેદાશોના વેચાણમાં તમામ મર્યાદાઓ દૂર કરી APMC એક્ટમાં પણ નોંધપાત્ર સુધારા કર્યા છે. ખેડૂતોને પોતાની કૃષિ પેદાશો APMC ના પ્લેટફોર્મ વેચાણની સાથે સાથે ઈ-ટ્રેડીંગ તેમજ ખાનગી કૃષિ બજારો ઉભા કરવા પણ લીલી ઝંડી આપી છે. 

કૃષિ સહકારી બજારોમાં આજકાલ માર્કેટ ફી બાબતે ચાલતા વિવાદોની વચ્ચે તાજેતરમાં હરિયાણા સરકારે હરીયાણામાં ચાલતી તમામ APMC બજારોને ભંગ કરી સરકાર હસ્તક કરતાં ગુજરાતમાં પણ ચર્ચાસ્પદ મામલો બન્યો છે. સહકારી બેંકો ઉપર પણ જેમ ઇમ્ૈં પોતાનો હોલ્ટ કાયમ કરતાં લોકલ સંચાલન કમીટીઓ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ તેમ રાજ્યમાં ખેડૂત-વેપારી તેમજ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની ચૂંટાયેલી પાંખ દ્વારા ચાલતી કૃષિ બજાર સમિતિઓના કેસમાં પણ APMC ભંગ કરી સર્વ સત્તા સરકાર હસ્તક થશે તેવા ભણકારા ગુંજી રહ્યા છે.

 વર્ષો પહેલાં નગરપાલિકા વિસ્તારોમાં ચાલતા ઠેકેદારો-જકાતપ્રથા નાબુદ કરી સરકારે તમામ વહીવટ હસ્તગત કરી વર્ષે દહાડે ગ્રાન્ટ સ્વરૂપે નાણાં જે તે વિસ્તારની નગરપાલિકાઓને આપવામાં આવે છે તેમ APMC સહકારી બજાર સમિતિઓના કેસમાં પણ માર્કેટયાર્ડો દ્વારા તેમના સિમીત વિસ્તારમાં થતાં વેપાર ઉપર હાલમાં લેવાની માર્કેટ ફીનું તૂત પણ કાઢી નાખે અને નગરપાલિકાઓની જેમ વર્ષે દહાડે કૃષિ બજાર સમિતિઓને પણ તેમના કારોબાર મુજબ ગ્રાન્ટ ફાળવી સમગ્ર વહીવટ હસ્તક થાય તેવી શક્યતાઓ પણ બજાર અભ્યાસુઓમાં ચાલતી ચર્ચાએ જોર પકડયું છે. હરિયાણા સરકારની જેમ ગુજરાતમાં પણ સરકાર બજાર સમિતિઓને ભંગ કરાશે કે કેમ ? તે મામલે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યાં છે. 

હરિયાણા સરકારે જેમ કલમના એક જાટકાએ રાજ્યમાં ચાલતી APMC ભંગ કરતાં અન્ય રાજ્યોમાં પણ અનેક અટકળો ઉભી થઈ છે. જોકે સહકારી માળખાથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા જેવા રાજ્યોમાં ચાલતી સંસ્થાઓમાં સારા પ્રમાણમાં પ્રસંશનીય કામગીરી ચાલી રહી છે. જેનાથી ખેડૂત સહિત નીચલા વર્ગોને પણ અનેક સહાય મળે છે. ગુજરાતમાં પણ વર્ષોથી ચાલતી APMC ઓને જમીન તેમજ આર્થિક સહાયો કરી વિશેષ સગવડો આપવાની જરૂર છે.

APMCના હિતોના નુકશાન થાય નહિ અને વેપારી-ખેડૂતોના અગ્રણી મંચ તરીકે જવાબદારી પૂર્વક તટસ્થતાથી ખેડૂતોના હિતમાં આગળ વધે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે તો APMC તથા ખેડૂત-વેપારી તમામનો હજી પણ સારા પ્રમાણમાં વિકાસ થઈ શકે તેમ છે. વેપારમાં વધારે પડતી સ્વતંત્રતા પણ વિકાસનું ગળું દબાવી શકે છે. રાજ્યમાં વધતા કૃષિ ઉત્પાદનની સામે સ્ટોરેજ, ગ્રેડીંગ, માર્કેટીંગ સહિત અનેક ક્ષેત્રોમાં વિકાસની અનેક તકો તરફ સરકારે ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Csw0da
via Latest Gujarati News

Post a Comment

0 Comments