
વિશ્વ બજારમાં અઠવાડિયાના બીજા દિવસે મંગળવારે ન્યુયોર્કના કોમેક્સ બજારમાં સોનામાં મંદી રમનારને એક બહાનું મળ્યું કે આવતા દિવસોમાં કોવિડ-૧૯ના આંતક ઘટશે કારણ કે રશિયાના પ્રમુખ પુતિને જણાવ્યું કે વિશ્વમાં રશિયા એવો પહેલો દેશ છે જેણે કોવિડ-૧૯ને કાબૂમાં લેવા વેક્સીન શોધી કાઢયું છે અને તેને તેની દીકરી પર પ્રયોગકરીને તેની શરૂઆત કરી છે. આ જાહેરાતને ધ્યાનમાં લઈને મંદીવાળા સટ્ટોડિયાઓએ તથા જેઓએ નીચા ભાવે સોનું ખરીદયું તેવા સટ્ટોડિયા તથા રોકાણકારોએ સોનામાં જબરી વેચવાલી કાઢી છે સોનાના ફયુચર્સના બે દિવસમાં સોનાના ભાવને ૧૮૬૬ ડોલર પ્રતિ ઔંસના ભાવે લાવી મૂક્યું. જબરૂ પ્રોફિટ બુકીંગ અને ઉંચા દરેક ભાવે સોનું વેચીને સટ્ટાકીય માનસે સોનામાં કડાકો બોલાવ્યો.
ન્યુયોર્કના કોમેક્સ બજારમાં છેલ્લા ૧૦ દિવસમાં સોનું ઊંચામાં ૨૦૮૯ ડોલર પ્રતિ ઔંસના ભાવો દાખવીને નીચામાં ૧૮૬૬ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ કરીને બજારમાં ખળભળાટ મચાવ્યો અને ૨૨૩ ડોલર પ્રતિ ઔંસની વધઘટ કરીને બજારને અસ્થિર બનાવ્યું. વર્ષ ૨૦૦૮બાદ સોનાના ભાવમાં આવડી મોટી વધઘટ ૨૦૨૦માં જોવા મળી છે.
છેલ્લે ન્યુયોર્કના કોમેક્સ બજારમાં સોનું ભલે ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડીને ૧૯૪૫ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવે છે.પણ નજીકના ભવિષ્યમાં સોનું ૨૫૦૦ થી ૩૦૦૦ ડોલર પ્રતિ ઔંસને આંબશે. કહે છે ને કે ધીરજના ફળ મીઠાં તો ગભરાટ વિના સોનું પકડી રાખો એવી સલાહ મળે છે.
વિશ્વ બજારમાં સોના પાછળ પાછળ ચાંદીના ભાવમાં પણ જબરો કડાકો બોલયો. સોમવારે ૨૮૧૫ સેન્ટ વાળા ચાંદી મંગળવારે ઘટીને ૨૩૯૭ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરીને બજારમાં એક મંદીના વાવાઝોડા સમું વાતાવરણ ઊભું કરીને સૌને મંદીનો મોટો હાઉ દેખાડયો પણ બુધવારે બજારને કળ વળતાં ચાંદી ૨૫૮૫ સેન્ટનો ભાવ ક્વોટ કરીને સૌને આશ્વાસન આપવા લાગી કે આ તેજીમંદીની રમતમાં અટવાયા વિના લાંબાગાળાની લેણની રમત અને હાજર ચાંદીમાં રોકાણ કરવાનું સારૂં અને ઉત્તમ ફળ મળશે.
આ ચાંદીના ભાવમાં મોટા કડાકાએ બજારને અસ્થિરબનાવ્યું. ચાંદીના ખાણિયાઓને ગભરાવ્યા અને ફેડ મેનેજરને ચાંદીના રોકાણ માટે નવી યોજના કરવા વિચારવા મજબૂર કર્યા પણ ચાંદીના આ ઓવરબોટની પોઝીશન બજારમાં એક નવો ભાર લાવી મૂકેલો અને તેના આ ભાવ ઘટાડાએ પરિસ્થિતિ હળવી કરીને સટ્ટાકીય માનસ ધરાવનાર લોકો તથા રોકાણકારોને નવી દિશા પકડવા મજબૂર કર્યા છે.
બે દિવસમાં કંઈ ચાંદીના ઉત્પાદનમાં ોઈ મોટો ફેરફારનથી નોંધાયો પણ આ કોવિડ-૧૯ના આતંકને ચરી ખાવાનો લાભ મંદીવાળા લીધો છે અને તેમાં તેઓ સફળ થયા પણ આ લાંબા ગાળાની રમતમાં તેઓ ફાવશે નહીં અને ચાંદી ફરી ઊંચા ભાવો દાખવીને ઝળકશે. એકંદરે ચાંદીમાં નીચા ભાવે લેણ કરવાનું દરેક એનાલીસ્ટો તથા ચાર્ટિસ્ટો જણાવે છે ચાંદી હમણાં થોડો પોરો ખાશે અને ત્યારબાદ ફરીથી ઝડપી તેજીની વાટ પકડશે. અને ચાંદી ૩૦ ડોલર પ્રતિ ઔંસને વટાવી ઊંચા ભાવો દાખવશે.
મુંબઈ સોના બજારમાં મંગળવારે વૈશ્વિક સોનાના ભાવો ગગડયાના સમાચારે બજારમાં એક નવો પૈનીક ઊભો કર્યો અને ભાવો રૂ.૫૭૦૦૦થી ઘટીને રૂ.૫૨૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થવા લાગ્યા રૂ.૫૪૦૦૦ ના ભાવે કોઈ ખરીદનારાનું સૌ વેચવાલ હતા. બુધવારે ઉઘડતી બજારમાં સોંપો પડી ગયો હતો. દરેક સોનું વેચવાલ હતા. અને બજારમાં લેવાલ કોઈ પણ ભાવ ક્વોટ નહોતા કરતા. બપોર પછી વૈશ્વિક સમાચારમાં થોડોક સુધારોઆવતા હાજર સોનાનો ભાવ રૂ.૫૨૦૦૦થી ૫૨૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ ક્વોટ થવા લાગેલો.
ત્યારે વાયદામાં સોનું ઉપરમાં છેલ્લા દિવસોમાં રૂ.૫૫૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ બોલાઈને નીચામાં રૂ.૪૯૯૭૦ પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ દાખવીને બજાને દીશા શુન્ય કર્યું. પાંચ પાંચ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની વધઘટે સૌ કોઈ દીગ્મૂઢ બન્યા. બુધવારે તો કોવિડ-૧૯આંતક છવાયેલ હતો પણ બજારના વેપારીઓ પોતે જ બજારને કરફયુ લગાડ્યો હોય તેવું વાતાવરણ કરી દીધું.
જાુનું સોનું વેચનારને સોનું વેંચાયું હતું પણ આવા નીચા ભાવે સોનું વેચવા રાજી ન હતા. ત્યારે ઊંચા ભાવે સોનાની લગડીમાં રોકાણ કરનાર ઈન્વેસ્ટરો રૂ.૫૨૦૦૦ના ભાવમાં ઘણું સોનું વેંચીને ઓછા નફે સંતોષ માનવા લાગ્યા.
આ અઠવાડિયું બજાર સુસ્ત રહેશે વેપારીઓ વૈશ્વિક બજાર સ્થિર થવાની વાટ જોશે અને આવતા અઠવાડિયે વધુ કામકાજ કરવા પ્રેરે તો એકંદરે નીચા ભાવે સોનું ખરીદો એ જ બજારના વેપારીઓ સલાહ આપે છે. સોનું રૂ.૫૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની મંદી નહીં દાખવે.મુંબઈ ચાંદી બજારમાં તો હડકંપનું વાતાવરણ સર્જાયું અને ચાંદીના ભાવો રૂ.૭૧૫૦૦થી ઘટીને રૂ.૬૧૫૦૦ પ્રતિ કિલો ક્વોટ કરીને બજારમાં રૂ.૧૦૦૦૦ પ્રતિ કિલોનો કડાકો બોલાયો.
બજાર સ્તબ્ધ,રોકાણકારો દીગમૂઢ અને બુલિયનના વેપારીઓ કરેકશનની વાટ જોતા હતા પણ આવડી મોટી વધઘટ અકલ્પનીય હતી.આ અઠવાડિયામાં ચાંદી રૂ.૬૧૦૦૦થી રૂ.૬૯૦૦૦ હજાર પ્રતિ કિલોની વચ્ચે રમશે અને અસ્થિર બજારમાં સટ્ટાકીય માનસવાળા ટુંકી લે-વેચ કરીને નફો તારવશેત્યારે રોકાણકારો મુંઝવણ અનુભવશે.
બુલિયનના વેપારીઓ વાયદા કરતા હાજર ચાંદી રૂ.૪૦૦૦ પ્રતિ કિલો નીચે ખરીદીને પોતાની પડતરને સલામત રાખવા માંગે છે. નીચા ભાવે ચાંદી ખરીદનાર બજારમાં ગભરાટે ચાંદી વેચી ગયા પણ ધીરજ રાખો ચાંદી ફરી ઉછળશે તેવી સલાહ બજારના વેપારીઓ સોને આપે છે.
એકંદરે આ અઠવાડિયું ચાંદી બજારમાં કામકાજનું વોલ્યુમ ઘટશે લાંબાગાળે ભાવો ઉછળશે. મંદી નથી.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iGkxq2
via Latest Gujarati News
0 Comments