
માલ-સામાનને ઉત્પાદન કેન્દ્રોથી ગ્રાહકના ઘર સુધી પહોંચાડવા માટે વપરાતા લોજિસ્ટિક્સમાં ગતિ લાવવાની જરૂર વર્તાતી હતી, પરંતુ ભારતમાં આ ક્ષેત્રે ગતિ ધીમી હતી. અન્ય ક્ષેત્રોની જેમ કોરોનાએ બધાને હવે લોજિસ્ટિક્સ (માલસામાનની હેરફેર માટે સંકલિત કામગીરી) ક્ષેત્રે પણ કામે લગાડી દીધા હોવાનું જોવા મળી રહ્યું છે. વેપાર ક્ષેત્રના લોકોને લોજિસ્ટિક્સનું મહત્વ સમજાવા લાગ્યું છે.
કોરોનાના કાળમાં લોકડાઉન વચ્ચે ટાંચાં સાધનોની મદદથી જ્યારે ભારત જેવડા મોટા દેશમાં માલ પહોંચાડવો હોય એ પ્રચંડ મોટો પડકાર કહેવાય. આ કાળમાં અદ્યતન લોજિસ્ટિક્સ સિવાય કામ ચાલે એમ નથી. જરૂરિયાત એ શોધની જનની છે એ કહેવત અનુસાર માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) હોય કે મોટી કોર્પોરેટ્સ હોય, બધાએમાલ-સામનની ઝડપી હેરફેર માટે લોજિસ્ટિક્સનો ઉપયોગ કરીને એ પડકાર ઝીલી લેવાનો સમય આવી ગયો છે.
લોકડાઉનના કાળમાં ફક્ત માર્ગ પરિવહન ઉપલબ્ધ હતું અને ઘણી જગ્યાએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ હતો. વળી, માણસોની પણ કમી હતી. આવામાં એમણે ટેકનોલોજી આધારિત લોજિસ્ટિક્સનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી એવું સમજાઈ ગયું.
ગુડ્સ એન્ડ સવસીસ ટેક્સ (જીએસટી)ના તંત્રમાં વપરાતું ઈ-વે બિલ ટેકનોલોજીનું એક ઉદાહરણ છે. આ ક્ષેત્રે હવે આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ), મશીન લનગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)નો ઉપયોગ થવા લાગ્યો છે.
આજકાલ ટ્રકોની હેરફેરમાં પણ અદ્યતન ટેકનાલોજીનો ઉપયોગ કરીને ડિલિવરીમાં ધરમૂળથી પરિવર્તન કરવામાં આવ્યું છે. એક સમયે મુંબઈથી દિલ્હી સુધી પહોંચવામાં ૧૦૦ કલાકનો સમય લાગતો એ હવે ટેકનોલોજી તથા અન્ય આધુનિક સવલતોને કારણે ૩૨ કલાક જ લાગે છે. વધી ગયેલા ટ્રાફિકને કારણે ટોલ નાકા પર ફાસ્ટેગ આવી ગયાં હોવાથી એ કામ પણ સરળ બની ગયું છે. ડ્રાઇવરોએ રોકડની હેરફેર કરવી પડતી નથી. આ જ રીતે સામાન મોકલનાર તથા લેનારને પણ ડિલિવરી વિશેની સંપૂર્ણ માહિતી ઓનલાઇન મળી રહે છે. તેને લીધે બિઝનેસમાં સરળતા રહે છે.
ટ્રાન્સપોર્ટર દરેક માલ પર સાંકેતિક ટેગ લગાડી દે તો માલની ચોરીનું કે અદલાબદલીનું જોખમ પણ ઘટી જાય છે. આજે મોટી કંપનીઓ પોતપોતાનાં કન્ટેનર પર સાંકેતિક ટેગ લગાડીને જ એ રવાના કરતા થયા છે. કોરોનાના કાળમાં મોટા રિટેલ સ્ટોર્સ ગ્રાહકોને ઘર સુધી માલ પહોંચતો કરવા લોજિસ્ટિકસ વ્યવસ્થા અપનાવતા થયા છે. કોરોના પછીના કાળમાં પણ આ વ્યવસ્થા જળવાઈ રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે.
માલસામાનની ડિલિવરીમાં શ્રમજીવીઓના અભાવ વચ્ચે રોબોટનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. એ રોબોટ ટ્રકમાંથી માલ ઉતારીને સીધો ગ્રાહકના હાથમાં મૂકી આવે એટલી હદે ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે.
લોજિસ્ટિક્સના ક્ષેત્રે આવનારી અદ્યતન ટેકનોલોજીની હવે એક સાંકળ ઊભી કરાઈ રહીછે. કોઈ પણ ઉત્પાદન તૈયાર કરવા માટેની કાચી સામગ્રી મગાવવાથી માંડીને માલ તૈયાર થયા બાદ ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીની સમગ્ર વ્યવસ્થા ટેકનોલોજીની મદદથી પાર પાડવાનું ધીમી ગતિએ શરૂ થયું છે. આ વ્યવસ્થા એટલી જડબેસલાક હોય છે કે તેમાં ક્યાંય કોઈ ગફલતને અવકાશ નથી એવુે દેશના વેપારજગતન કોરોનાના કાળમાં સમજાવા લાગ્યું છે. ટૂંકમાં કોરોનાએ લોજિસ્ટિક્સ ક્ષેત્રને ગતિમાન બનાવવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EcmP1q
via Latest Gujarati News
0 Comments