ખાદ્યતેલોની આયાત શું જરૂરિયાત વધુ થાય છે ?


સિઝન વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ (નવેમ્બર- ઓક્ટોબર)માં દેશમાં તેલીબિયાંના કુલ પુરવઠામાંથી વેજીટેબલ ઓઈલની ઉપલબ્ધિ ૮.૫૦ લાખ ટન વધીને ૮૫.૩૮ લાખ ટન (ગયા વર્ષે ૭૬.૮૭) લાખ ટન રહેશે. જ્યારે કોવિડ-૧૯ મહામારીને કારણે સ્થાનિક વપરાશમાં ૨૦ લાખ ટનનો ઘટાડો અપેક્ષિત હોવાથી ખાદ્યતેલોની આયાત ૧૩૩ લાખ ટન થવાની શક્યતા છે. એડીબલ અને નોન એડીબલ ઓઈલની કુલ અટકાયત ૧૯- ૨૦માં ૧૩૫.૫૦ રહેશે જે ૧૮-૧૯માં ૧૫૫.૪૯ લાખ ટન રહી હતી એમ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસો. ઓફ ઈન્ડિયાના (સી) સૂત્રોએ જણાવ્યું હતું.

સીના જણાવ્યા પ્રમાણે ૧૯- ૨૦માં (કૌંસમાં ૧૮-૧૯માં) તેલીબિયાંના સ્થાનિક સ્તરે ઈતર વપરાશ, વાવણી માટે ઉપયોગ, ખાવા- પિવામાં ઉપયોગ, પશુઆહાર,નિકાસ વગેરે જથ્થાને બાદ કર્યા બાદ ઉપલબ્ધ પિલાણ માટે ઉપલબ્ધ સરપ્લસ સ્ટોકમાંથી ખાદ્યતેલની કુલ ઉપલબ્ધિ ૮૫.૩૮ લાખ ટન (૭૬.૮૭) લાખ ટન રહેશે. એમાં તેમાં સીંગતેલ ૪.૧૪ (૪.૧૭), સોયાબીન તેલ ૧૨.૧૬ (૧૪.૭૬), મસ્ટર્ડ- સરસુ તેલ ૨૩.૪૩ (૨૫.૩૫), સનફલાવર તેલ ૦.૪૯ (૦.૬૦), તલતેલ ૧.૨૮ (૦.૯૫), એરંડા ૮.૮૨ (૪.૮૭), ખુરશાણી ૦.૧૫ (૦.૧૨), કરડીતેલ ૦.૦૭ (૦.૦૮), લીનસીડતેલ ૦.૭૩ (૦.૬૮) લાખ ટન, કપાસીયા તેલ ૧૧.૫૬ (૧૦.૮૯) અને કોપરેલ ૪.૧૩ (૨.૧૫) તથા ઉપરોક્ત તેલોની ખોળ અને અન્ય સ્તોત્ર દ્વારા કુલ પ્રાપ્તિ ૧૮.૪૨ (૧૭.૩૫) લાખ ટનનો સમાવેશ થાય છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશમાં ખાદ્યતેલનું સ્થાનિક ઉત્પાદન ૮૦- ૮૫ લાખ ટને સ્થગિત હોવાથી આપણે આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે. ઈંદોર સ્થિત સોયાબીન પ્રોસેસર્સ એસો. ઓફ ઈન્ડિયા (સોપા)એ દેશમાં જરૂરિયાત કરતા વધુ ખાદ્યતેલનો ઉપયોગ થતો હોવાથી નાહકની વધુ પડતી આયાત થાય છે એવો દાવો માંડતા આવી આયાતને જથ્થા કાપ અંકુશો અને ડયુટીમાં વધારાથી કન્ટ્રોલ કરવી, ઘટાડવી જરૂરી હોવાનું કહ્યું હતું.

સોપાના  સૂત્રોએ વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયને કરેલી રજૂઆત માં કહ્યું હતું કે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશન અને ડબલ્યુએચઓ મુજબ દૈનિક ૪૦ ગ્રામ ચરબી (ફેટ)ની જરૂરિયાતની ગણત્રીએ ૧૩૮ કરોડની પ્રજા માટે વાર્ષિક ૨૦૦ લાખ ટન ખાદ્યતેલની જરૂરીયાત રહે. તેમાં ખાદ્યતેલોનું સ્થાનિક ઉત્પાદન અને ચરબીની અન્ય પ્રોડકટસની કુલ ૧૦૦ લાખ ટનની ઉપલબ્ધિ પડતર બાકી ૧૦૦ લાખ ટનની આયાતની જરૂર રહે, તેની  સામે દેશમાં સરેરાશ ૧૫૦ લાખ ટન ખાદ્યતેલો આયાત થાય છે. ૫૦ લાખ ટન વધુ આવે છે.

નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ પણ ખાદ્યતેલોની આયાતને અંકુશીત કરવા ઉપર ભાર આપી રહ્યું છે. તેનો લક્ષ્યાંક આયાત ૩૦ લાખ ટનખ ટન ઘટાડવાનો છે. તેના અભિપ્રાય મુજબ ખાદ્યતેલનો સ્થાનિક સ્તરે માથાદીઠ વાર્ષિક વપરાશ ૧૯ કીલોથી ઘટાડીને ૧૫ કીલો કરાય તો ખાદ્યતેલોની ખપત ૩૦ લાખ ટન ઘટી શકે છે. એમ જણાવતા સૂત્રોએ કહ્યું હતું કે છેલ્લાં ૨૫ વર્ષમાં દેશમાં ખાદ્યતેલોની આયાત ૧૫ ગણી વધી છે. ૧૯૯૫- ૧૯૯૬માં આયાત ૧૧.૬૧ લાખ ટન હતી તે વધીને છેલ્લાં થોડાં વર્ષથી સરેરાશ ૧૫૦ લાખ ટન વાર્ષિક સ્તરે જળવાઈ રહી છે. આ ગાળામાંં તેલીબિયાંનું સ્થાનિક ઉત્પાદન સરેરાશ ૩૦૦ લાખ ટનથી વધુના સ્તરે સ્થિર જોવા મળ્યું છે.

સોપાએ વિવિધ ખાદ્યતેલોની આવકને જથ્થામાં નિયંત્રીત કરવાની ભલામણ કરી છે. જેમાં વાર્ષિક ધોરણે સોયાબીન તેલ ૨૪ લાખ ટન, પામ ઓઈલ ૭૫ લાખ ટન, સનફલાવર તેલ ૨૦ લાખ ટન અને અન્ય તેલો ૧૦ લાખ ટન પૂરતી મર્યાદિત રાખવાનું સુચન કર્યું છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/320MDp9
via Latest Gujarati News

Post a Comment

0 Comments