
ભારતમાં રાષ્ટ્રીય પીણા તરીકેની વાત નિકળે તો મોટાભાગે ચાનું નામ યાદ કરવામાં આવે છે. જોકે દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં કોફીનો વપરાશ પણ પરંપરાગત રૂપે થતો જોવા મળ્યો છે છતાં સમગ્ર ભારત પર નજર માંડીએ કોફીની સરખામણીએ ચાનો વપરાશ વધુ થતો જોવા મળ્યો છે. જોકે નવી પેઢીનો વ્યાપ વધ્યો છે અને નવી પેઢીમાં ચાની સરખામણીએ કોફી વધુ પીવાથી થયાના પણ નિર્દેશો મળ્યા છે. દેશમાં ચાનું ઉત્પાદન વિવિધ રાજ્યોમાં થાય છે. દક્ષિણમાં ભલે કોફી વધુ પીવાતી હોય છે છતાં ત્યાં ચાનું ઉત્પાદન પણ પરંપરાગત રીતે લેવામાં આવે છે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમા ંકોરોનાનો ઉપદ્રવ વધતાં તથા લોકડાઉનની સ્થિતિ વચ્ચે ઘરેથી કામ કરવાનું કલ્ચર વધતાં ઘરમાં ચા વધુ પીવાતી થઈ છે ત્યારે હોટલો અને રેસ્ટોરન્ટો બંધ હોતાં આ ક્ષેત્રે રહેતી ચાની માગ ખાસ્સી ધીમી પડી ગઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, કલકત્તાથી ચા વિષયક તાજેતરમાં બહાર આવેલા નિર્દેશો મુજબ આ વર્ષે વિવિધ કારણોસર દેશમાં ચાનું ઉત્પાદન ઘટયું છે તથા તેના પગલે ચાના બજાર ભાવ ઉંચા ગયા છે એવા માહોલમાં પેકેટ ચાના ખેલાડીઓ તથા ચાના વેપારીઓ દેશમાં ચાની આયાત કરવાની વિચારણા કરતા થઈ ગયા છે. હકીકતમાં સામાન્ય સંજોગોમાં ભારતમાંથી ચાની આયાત અંગે વિચારણા કરાતી થયાના નિર્દેશોએ ચા બજારના જાણકારોએ આશ્ચર્ય બતાવાતું થયું છે. પેકેટ ચાના ઉત્પાદકો તથા ચાના અમુક વેપારીઓ વિશેષરૂપે કેન્યા તથા વિયેતનામ ખાતેથી ચાની આયાત કરવાની દિશામાં વિચારી રહ્યાના નિર્દેશો તાજેતરમાં મળ્યા છે.
જોકે ધી ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ ચાની આવી આયાત થશે તો પણ અપવાદરૂપ ગણીગાંઠી તથા વન-ટાઈમ કિસ્સા જેવી રહેશે અને આવી આયાતમાં પ્રવાહ જળવાઈ રહેવાની શક્યતા નથી. જોકે આવી આયાત માટે ભારત સરકાર ગ્રીન સિગ્નલ આપસે તો ઘરઆંગણાના બજારોમાં વેચાણ હેતુસર આવો આયાતી ચાનો જથ્થો પ્રથમવાર દેશમાં આવશે એવું બજારના પીઢ અનુભવીઓએ જણાવ્યું હતું. અત્યાર અગાઉ પણ દેશમાં ચાની આયાત થતી રહી છે પરંતુ આવી આયાત માત્ર રિ-એક્સપોર્ટના હેતુસર જ કરાતી રહી છે તથા આવી આયાત વાર્ષિક ધોરણે સરેરાશ આશરે ૯૦થી ૧૦૦ લાખ કિલો આસપાસ કરાતી રહી છે. હવે જો ઘરઆંગણાના બજારોમાં સપ્લાય કરવા આયાતી ચાની આયાત કરવામાં આવે તો આ પગલું ઐતિહાસિક સાબીત થાય તેમ છે એવું જાણકારોએ જણાવ્યું હતું. જોકે ફેડરેશન દ્વારા બતાવાઈ રહેલી રજૂઆતનો ચાના પ્લાન્ટો તથા ઈન્ડિયન ટી એસોસિએસન (આઈટીએ) દ્વારા વિરોધ પણ કરાતો થયો છે. ઈન્ડિયન ટી એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ દેશના ચાના વેપારીઓ જો ઘરઆંગણે સસ્તા પ્રકારની ચાની આયાત કરવા માંડશે તો અમે કેન્દ્ર સરકારમાં વાણિજય મંત્રાલયને આવી આયાત પર રોક લગાવવા રજૂઆત કરીશું.
દેશમાં આ વર્ષે સપ્લાય શોર્ટેજના કારણે ચાના ઓક્શનોમાં ચાના ભાવ ખાસ્સા ઊંચા જતા જોવા મળ્યા છે. જોકે ઓક્શનોમાં ભાવ ઉંચા જવા છતાં દેશમાં લોકડાઉનના પગલે હાલ આર્થિક પરિસ્થિતિ વચ્ચે હોતાં ઓક્શનમાં ચાના ઉંચા ભાવ ગ્રાહકો સુધી પાસ-ઓન કરવામાં સમસ્યાઓ સર્જાતી જોવા મળી છે. ગ્રાહકોની હાલ એવી સ્થિતિ રહી છે કે ચાના ભાવ ઉંચા લઈ જવા વ્યાજબી નથી એવું ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાનો ઉપદ્રવ તથા લોકડાઉનના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવા માહોલમાં ચાની આયાત કરવાનો વિચાર વહેતો થયો છે. જોકે આવી આયાત માત્ર આ વર્ષે જ કરવાનો વ્યુહ ઘડવામાં આવ્યો છે અને આવી આયાતનું પ્રમાણ આશરે ૪૦૦થી ૫૦૦ લાખ કિલો જેટલું રાખવામાં આવે એવો વિચાર વહેતો થયો છે. ભારતમાં ચાનો વાર્ષિક વપરાશ આશરે ૧૧૦ કરોડ કિલો નીચો રહે છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં આસામ તથા પશ્ચિમ બંગાળમાં ચાનું ઉત્પાદન આશરે ૩૦ ટકા ઘટી ૩૭ કરોડ કિલો જેટલું થયું છે. સાત વર્ષની સૂસ્તાઈ પછી આ વર્ષે ચાના ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. સીટીસી ચાના ભાવ આશરે ૪૭થી ૪૮ ટકા વધ્યા છે. કલકત્તા ઓકશનમાં ભાવ વધી કિલોના રૂ.૩૦૦ ઉપર ગયા છે. આની સામે કેન્યા ખાતે ઉત્પાદન વધુ થતા ત્યાં ચાના ભાવ ઝડપી ઘટયા છે. ત્યાં ઉત્પાદનમાં આશરે ૨૮થી ૨૯ ટકા જેટલી વૃધ્ધિ થઈ છે. આવી ચા ભારતમાં ઊંચી આયાત જકાત ભરીને આયાત કરવામાં આવે તો પણ સસ્તી સાબીત થાય તેમ છે. વિયેતનામની ચાની પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Wdinf
via Latest Gujarati News
0 Comments